કાશ્મીરની શિયાળુ રાજધાની. ભૌ. સ્થાન ૩૨° ૪૪´ ઉ. અ. ૭૪° ૫૨´ પૂ. રે. ચિનાબની ઉપનદી તાવીના કિનારે વસેલું આ નગર કાશ્મીરનું પ્રવેશદ્વાર છે. મંદિરો, મહાલયો, મસ્જિદો ધરાવતું આ નગર એક વિશાળ પહાડી ઉપર (૩૨૭ મીટર ઊંચાઈ પર) વસેલું છે. આજુબાજુ વળાંક લેતી તાવી નદીના કિનારે સુંદર સરોવરો, બગીચા અને પર્યટનસ્થળો તથા યાત્રાળુઓ માટે શ્રદ્ધાસ્થાન આવેલાં […]
જ. ૧૭ ઑક્ટોબર, ૧૯૫૫ અ. ૧૩ ડિસેમ્બર, ૧૯૮૬ હિન્દી અને મરાઠી ચલચિત્રોનાં અભિનેત્રી તરીકે જાણીતાં સ્મિતા પાટીલનો જન્મ એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમનાં માતા વિદ્યા પાટીલ સામાજિક કાર્યકર હતાં. તેમના પિતા શિવાજીરાવ પાટીલ મહારાષ્ટ્ર સરકારના ભૂતપૂર્વ પ્રધાન હતા. તેઓ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી તત્ત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન વિષય સાથે સ્નાતક થયાં હતાં. અભિનયની કોઈ વિશેષ […]
જમના નદીના ઊગમસ્થાને આવેલું તીર્થક્ષેત્ર. જૂના વખતમાં તે ગઢવાલ રાજ્યનો ભાગ હતો; પરંતુ હવે તે ઉત્તરાખંડના ઉત્તર કાશી જિલ્લાનો ભાગ ગણાય છે. તે સમુદ્રની સપાટીથી આશરે ૬૩૧૬ મીટર ઊંચાઈ પર, હિમાલય પર્વતશ્રેણીના બંદરપૂંછ શિખરની પશ્ચિમે ૧૦ કિમી. અંતરે આવેલું છે. બંદરપૂંછ શિખર બારે માસ હિમાચ્છાદિત હોય છે અને આ હિમનદીમાંથી જમના નદીનો પ્રવાહ શરૂ થાય […]