દક્ષિણ આફ્રિકાની ઉત્તર સરહદે આવેલો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન : ૨૦o દ. અ. અને ૩૦o પૂ. રે.. તેના પર બ્રિટિશ શાસન હતું ત્યારે તે દક્ષિણ રોડેશિયા તરીકે ઓળખાતું હતું. આ પ્રદેશના શોધક સેસિલ રોડ્ઝના નામ ઉપરથી તેનું નામ રોડેશિયા રખાયું હતું. આઝાદી (૧૯૮૦) બાદ આ દેશ ઝિમ્બાબ્વે તરીકે ઓળખાય છે. તે વિષુવવૃત્તની દક્ષિણે દક્ષિણ ગોળાર્ધમાં […]
આતંકવાદનું આખું ગણિત સાવ અવળું છે. આતંકવાદી પાસે જીવન હોતું નથી, પરંતુ ભય હોય છે અને એ ભય ફેલાવીને પોતાના સિદ્ધાંત માટે પ્રેમની ચાહના રાખતો હોય છે. ભય સદૈવ મૃત્યુ આપે છે, ક્યારેય આનંદ નહીં. આથી ભય પમાડનારા આતંકીની ગતિવિધિ તો એવી છે કે એના હાથમાં પથ્થર છે અને અન્ય પાસેથી આશા પુષ્પની રાખે છે. […]
મૃગ કે હરણ નામે ઓળખાતાં સસ્તન પ્રાણી પૈકીની એક જાત. ભારતમાં વસતાં સાબર (सं. शम्बर) અન્ય દેશોનાં સાબર કરતાં કદમાં સૌથી મોટાં હોય છે. જાવા, બાલી, ફિલિપાઇન્સ તથા ચીનમાં સાબર વસે છે. ગુજરાતમાં તે સૌરાષ્ટ્રની ખીણમાં તેમ જ બરડાના પ્રદેશમાં જોવા મળે છે. સાબરની ઊંચાઈ ૧.૩ મીટર અને વજન ૨૦૦થી ૩૦૦ કિલોગ્રામ જેટલું હોય છે. […]