જ. ૨૧ સપ્ટેમ્બર, ૧૯૦૫ અ. ૧૧ માર્ચ, ૧૯૭૭ ગુજરાતના અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની, સમાજસેવક અને સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ઢેબરભાઈનો જન્મ ગંગાજળા(જામનગર)માં નાગર જ્ઞાતિમાં થયો હતો. માતાપિતા તરફથી તેમને સેવાભાવ અને કર્મઠતાનો વારસો મળ્યો હતો. શરૂઆતનું શિક્ષણ રાજકોટમાં લીધું અને ઉચ્ચશિક્ષણ મુંબઈમાં લીધું. ૧૯૨૮માં વકીલાત શરૂ કરી. અત્યંત ટૂંક સમયમાં બાહોશ વકીલ તરીકે પ્રસિદ્ધિ મેળવી, પરંતુ તે […]
વન તરફ જતા પુત્ર શુકદેવને પિતા વ્યાસે કહ્યું, ‘અરે પુત્ર ! તારો જન્મ થતાં જ તું વનમાં ચાલી નીકળ્યો ? થોડા દિવસ તો ઘરમાં થોભી જા. હું તારા થોડા સંસ્કાર તો કરું !આ સાંભળી શુકદેવે કહ્યું, ‘મારા પર જન્મજન્માંતરના અસંખ્ય સંસ્કાર થઈ ગયા છે. એને કારણે તો મારે ભવાટવીમાં વારંવાર ભટકવું પડ્યું છે. હવે આવી કોઈ બાબત સાથે હું નિસ્બત રાખવા માગતો નથી.
સમગ્ર ભારતમાં ભક્તિભાવ, ઉત્સાહ અને ધામધૂમથી ઊજવાતો શ્રીકૃષ્ણનો જન્મદિન. યદુ વૃષ્ણિવંશીય વસુદેવના આઠમા પુત્ર અને વિષ્ણુના અવતાર. શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં કંસ રાજાના કારાગૃહમાં (અમાસાન્ત માસ ગણના અનુસાર) શ્રાવણ વદ ૮ (પૂર્ણિમાન્ત માસગણના અનુસાર ભાદ્રપદ વદ ૮)ની મધ્યરાત્રિએ બુધવારે થયો હતો. તે વખતે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હતો.