જ. 12 જાન્યુઆરી, 1911 અ. 5 ફેબ્રુઆરી, 2008 ભાવાતીત ધ્યાનના સમર્થ પુરસ્કર્તા અને વિખ્યાત યોગી. તેમના પૂર્વજીવન વિશે વિશેષ માહિતી ઉપલબ્ધ નથી. તેમણે 1942માં અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી ભૌતિકશાસ્ત્રમાં ઉપાધિ મેળવી અને થોડા સમય માટે કારખાનાંઓમાં કામ કર્યા પછી જ્ઞાનસાધના અને યોગસાધના માટે હિમાલય જતા રહ્યા હતા. ત્યાં તેર વર્ષો સુધી બાબા ગુરુદેવ(બ્રહ્માનંદ સરસ્વતી)ના માર્ગદર્શન હેઠળ અધ્યયન […]