જ. 18 ડિસેમ્બર, 1856 અ. 30 ઑગસ્ટ, 1940 ઇલેક્ટ્રૉનના જનક તરીકે જાણીતા સર જે. જે. થોમસનનો જન્મ ઇંગ્લૅન્ડમાં થયો હતો. તેમનું પૂરું નામ જોસેફ જોન થોમસન હતું. તેમના પિતા દુર્લભ પુસ્તકોનો વેપાર કરતા હતા. જે વેપાર પેઢી દર પેઢીથી ચાલ્યો આવતો હતો. જે. જે. થોમસનને પુસ્તકો વાંચવાનો ગજબનો શોખ હોવાથી પરિવારે તેને એન્જિનિયરિંગ કરાવવાનું નક્કી […]
ચીનની મુખ્ય ભૂમિથી લગભગ 194 કિમી. દૂર ચીનના તળપ્રદેશના અગ્નિ ખૂણામાં આવેલો ચીન હસ્તકનો ટાપુ. તે 21° 45´ ઉ.થી 25° 15´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 120° 0´ પૂ.થી 122° 0´ પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. પહેલાં તે ફોર્મોસા નામથી ઓળખાતો હતો. તાઇવાનની સામુદ્રધુની દ્વારા તે ચીનની મુખ્ય ભૂમિથી અલગ પડેલો છે. તાઇવાનની દક્ષિણમાં આવેલી ‘બાશી ચૅનલ’ […]
જ. 17 ડિસેમ્બર, 1885 અ. 2 ફેબ્રુઆરી, 1930 નિર્ભય અને પ્રબુદ્ધ પ્રશાસક લાખાજીરાજસિંહજી દ્વિતીયનો જન્મ રાજકોટમાં થયો હતો. પિતા બાવાજીરાજસિંહજી અને માતા આનંદકુંબરબા. માતા ધરમપુર નારણદેવજી બીજાનાં પુત્રી હતાં. તેમણે પાંચ વર્ષની ઉંમરે 1890માં પિતાની છત્રછાયા ગુમાવી. તેઓ રાજકોટ રાજ્યની ગાદીના વારસદાર બન્યા, પરંતુ 21 ઑક્ટોબર, 1907ના રોજ તેમને સત્તાની ધુરા સોંપવામાં આવી. તેઓ બાળપણમાં […]