ભારતના અગ્નિખૂણે આવેલા તમિળનાડુ રાજ્યનો એક જિલ્લો, જિલ્લામથક અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 10° 48´ ઉ. અ. અને 79° 09´ પૂ. રે.. આ જિલ્લાની ઉત્તરે આરિયાલુર, ઈશાને નાગપટ્ટિનમ્, પૂર્વમાં થિરુવરુર, દક્ષિણે પાલ્કની સામુદ્રધુની, નૈઋત્યે પુડુકોટ્ટાઈ, પશ્ચિમે તિરુચિરાપલ્લી જિલ્લા આવેલા છે. જિલ્લાનું ક્ષેત્રફળ 3476 ચોકિમી. તથા કુલ વસ્તી 26,30,000 (2025, આશરે) છે. ચક્રવાતને કારણે […]
જ. 11 જાન્યુઆરી, 1927 અ. 30 એપ્રિલ, 2020 ગુજરાતી સાહિત્યનાં અગ્રગણ્ય નવલકથાકાર, નવલિકાકાર અને નિબંધકાર કુન્દનિકા કાપડિયાનો જન્મ લીંબડીમાં થયો હતો. પિતા નરોત્તમદાસ અને માતા રંભાબહેન. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પંચમહાલના ગોધરામાં થયું હતું. તેમણે ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી 1948માં બી.એ.ની પદવી મેળવી. તેમણે 1942માં ‘હિંદ છોડો’ લડતમાં ભાગ લીધો હતો, આથી તેમને જેલ પણ […]
યહૂદી ધર્મગુરુ પાસે આવીને એક મોચીએ દયામણા ચહેરે અને ભીની આંખે કહ્યું, ‘આપ હંમેશાં અમને ઉપદેશ આપો છો અને કહો છો કે રોજ સવારે પ્રાર્થના કરવી જોઈએ, પણ મારે માટે અત્યંત મુશ્કેલ છે, હવે શું કરું ?’ ધર્મગુરુએ કારણ પૂછતાં મોચીએ કહ્યું, ‘રોજ સવારે પ્રાર્થના કરવાની ઇચ્છા હોય છે, પણ હું કરી શકતો નથી. આખી […]