સૌમિત્ર ચટ્ટોપાધ્યાય

જ. 19 જાન્યુઆરી, 1935 અ. 15 નવેમ્બર, 2020 બંગાળી સિનેમાના બહુમુખી પ્રતિભા ધરાવતા ખૂબસૂરત અભિનેતા સૌમિત્ર ચટ્ટોપાધ્યાયનો જન્મ બંગાળમાં થયો હતો. તેમને બાળપણથી જ નાટકો ભજવવાનો શોખ હતો. ઘરમાં જ ભાઈ-બહેનો તથા દોસ્તો સાથે મળીને નાટકો ભજવતા. વડીલોએ પણ આ માટે તેમને પ્રોત્સાહિત કર્યા. પિતા તેમના વ્યવસાય અંગે કૉલકાતા ગયા અને સૌમિત્ર પણ ત્યાં કૉલેજમાં […]

હિપોપૉટેમસ

ભૂમિ પર રહેતું ત્રીજા નંબરનું મહાકાય પ્રાણી. ‘હિપોપૉટેમસ’નો અર્થ છે ‘નદીમાં રહેતો ઘોડો’. જોકે તે ભુંડને વધારે મળતું આવે છે. આફ્રિકામાં વસતું આ પ્રાણી ઝરણાં, નદી, તળાવ કે સરોવરની પાસે રહે છે અને ઘણો સમય પાણીમાં જ ગાળે છે. બે પ્રકારના હિપો જોવા મળે છે. બીજા પ્રકારના હિપો પિગ્મી હિપોપૉટેમસ છે, જે હવે જૂજ સંખ્યામાં […]

બાલગંગાધરનાથ સ્વામી

જ. 18 જાન્યુઆરી, 1945 અ. 13 જાન્યુઆરી, 2013 સમાજસેવા દ્વારા જાગરણ કરનાર સંન્યાસી બાલગંગાધરનાથ સ્વામીનો જન્મ કર્ણાટકના બાનંદુર ગામમાં થયો હતો. પિતા ચિક્કાલિંગ ગૌડા અને માતા બોરામ્મા. તેમનું બાળપણનું નામ ગંગાધરૈયા હતું. 1963માં પ્રથમ વર્ગ સાથે મૅટ્રિક થયા પછી બૅંગાલુરુની આર્ટસ ઍન્ડ સાયન્સ કૉલેજમાં સ્નાતક થયા. તેમણે આધ્યાત્મિક માર્ગ પસંદ કર્યો અને આદિ ચુંચનગિરિ મઠના […]