ઇન્દુલાલ યાજ્ઞિક

જ. 22 ફેબ્રુઆરી, 1892 અ. 17 જુલાઈ, 1972 વિવિધ પ્રજાકીય આંદોલનોના પ્રણેતા અને ગુજરાતના નિઃસ્પૃહી રાજકીય નેતા. મૅટ્રિકની પરીક્ષામાં નડિયાદમાં સૌપ્રથમ ક્રમે આવ્યા અને બી.એ.ની પરીક્ષામાં મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી પ્રથમ ક્રમે આવ્યા. અભ્યાસમાં તેજસ્વી એવા ઇન્દુલાલ 1913માં ‘મુંબઈ સમાચાર’માં પત્રકાર તરીકે જોડાયા. થોડો સમય વકીલાત પણ કરી, પણ તે છોડી 1915માં સમાજસેવા અને દેશસેવામાં […]

કપરી પરિસ્થિતિમાં

એ સમયે અમેરિકામાં આવકવેરો નહોતો અને એ જમાનામાં અમેરિકન કંપનીઓમાં વાર્ષિક દસ લાખ ડૉલરની કમાણી કરતી વ્યક્તિઓ બહુ ઓછી હતી. આવે સમયે એન્ડ્રુ કાર્નેગીએ પોતાની નવી કંપનીમાં ત્રીસ વર્ષના યુવાનની નિમણૂક કરી. યુનાઇટેડ સ્ટીલ કંપની નામની એમની આ કંપનીનો પ્રારંભ ઈ. સ. 1921માં કર્યો અને એણે ચાર્લ્સ શ્વાબને વર્ષે દસ હજાર ડૉલરના પગારે રાખી લીધા. […]

શાંતિસ્વરૂપ ભટનાગર

જ. 21 ફેબ્રુઆરી, 1894 અ. 1 જાન્યુઆરી, 1955 ખ્યાતનામ વૈજ્ઞાનિક અને ઉર્દૂ કવિ શાંતિસ્વરૂપ ભટનાગરનો જન્મ ભેરા ગામમાં થયો હતો. તેમણે આઠ મહિનાની ઉંમરે પિતા પરમેશ્વરી સહાયની છત્રછાયા ગુમાવી. તેમણે પ્રાથમિક શિક્ષણ સિકંદરાબાદની દયાનંદ ઍંગ્લો-વૈદિક હાઈસ્કૂલમાં મેળવ્યું. 1911માં લાહોરની દયાલસિંહ કૉલેજમાં જોડાયા. કૉલેજમાં સરસ્વતી સ્ટેજ સોસાયટીના સભ્ય બન્યા. તેમણે ‘કરામતી’ નામનું ઉર્દૂ નાટક લખ્યું. તેમણે […]