રાજગોપાલાચારી ચક્રવર્તી

જ. ૧૦ ડિસેમ્બર, ૧૮૭૮ અ. ૨૫ ડિસેમ્બર, ૧૯૭૨ સ્વતંત્ર ભારતના એકમાત્ર ગવર્નર જનરલ રાજગોપાલાચારીનો જન્મ થોરાપલ્લી, તમિળનાડુમાં થયો હતો. પિતા નલ્લન ચક્રવર્તી આયંગર થોરાપલ્લીના મુનસફ હતા. માતાનું નામ સિંગરામ્મા. ‘રાજાજી’ તથા ‘સી.આર.’ના નામથી તેઓ જાણીતા હતા. પ્રારંભિક શિક્ષણ થોરાપલ્લી ગામની શાળામાં અને ત્યારબાદ હોસૂરની સરકારી શાળામાં લીધું. ૧૮૯૪માં બૅંગાલુરુની સેન્ટ્રલ કૉલેજમાંથી આર્ટ્સ વિષય સાથે સ્નાતક […]

તોછડાં નામો વાપરનાર

ખૂની છે…………… કેટલીક વ્યક્તિઓ ‘ફૈબા-વૃત્તિ’થી પીડાતી હોય છે. પ્રત્યેક વ્યક્તિની શારીરિક કે સ્વભાવગત ખાસિયત લક્ષમાં રાખીને એના નામને બદલે બીજી રીતે એને બોલાવે છે.  ઓછી ઊંચાઈવાળી વ્યક્તિનો એ ‘ઠીંગુજી’ તરીકે ઉલ્લેખ કરશે. મહેનતુ માણસને ‘વેઠિયો’ કહેશે અને અલ્પ બુદ્ધિશક્તિવાળાને ‘બાઘો’ કે વિચિત્ર દેખાવ ધરાવનારને ‘કાર્ટૂન’ કહેશે. એના મૂળ નામથી એને વિશે વાત કરવાને બદલે તિરસ્કારસૂચક […]

થિયોડોર ક્રાક્રાફ્ટ હોપ

જ. ૯ ડિસેમ્બર, ૧૮૩૧ અ. ૪ જુલાઈ, ૧૯૧૫ ઇંગ્લૅન્ડમાં જન્મેલા બ્રિટિશ શાસન સમયે ભારતના એક સરકારી અધિકારી હતા. તેઓ ડૉ. જેમ્સ હોપ અને એને હોપના એકમાત્ર સંતાન હતા. તેઓ ટી. સી. હોપ તરીકે વધુ જાણીતા હતા. તેમણે ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ (૧૮૫૮) પુસ્તક પ્રકાશિત કર્યું હતું જે ગુજરાતી ભાષાના વ્યાકરણ વિશેનાં પ્રકાશનોમાં સૌથી શરૂઆતના પ્રયાસોમાંનું એક […]