રાધાકૃષ્ણ તાહિલિયાની

જ. 12 મે, 1930 અ. 14 ઑક્ટોબર, 2015 ભારતીય નૌકાદળના ફ્લેગ ઑફિસર, એડમિરલ રાધાકૃષ્ણ તાહિલિયાનીનો જન્મ સિંધી પરિવારમાં  થયો હતો. તેમણે નેવલ વૉર કૉલેજ, યુનાઇટેડ સ્ટેટ્સ અને નૅશનલ ડિફેન્સ કૉલેજ, નવી દિલ્હીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. 1 સપ્ટેમ્બર, 1950ના રોજ ભારતીય નૌકાદળમાં જોડાયા અને 17 મે, 1952ના રોજ સબ-લેફ્ટનન્ટ તરીકે બઢતી મળી. તેઓ ભારતીય નૌકાદળ […]

દરજીડો અથવા દરજી

ચકલીના કદનું ભારતમાં સર્વત્ર જોવા મળતું ગાયક પક્ષી. (અં. ટેઇલર બર્ડ, લૅ. ઑર્થોટોમસ સુટોરિયસ) કુળ મ્યુસિકૅપિડી, શ્રેણી પાસરિફૉર્મિસ. નગરો તથા ગામોમાં, ઉદ્યાનો તથા વાડીઓમાં છોડવેલ ઉપર ઊડતું જોવા મળે છે. પીઠ અને પાંખો લીલાશ પડતાં, પેટ સફેદ, માથું બદામી રંગનું અને પાછળ બહુ લાંબી નહિ એવી ઊભી પૂંછડી. લંબાઈ 12 સેમી. આસપાસ. એને ઓળખવું અઘરું […]

કર્નલ સોનમ વાંગચુક

જ. 11 મે, 1964 અ. 10 એપ્રિલ, 2026 ભારતીય લશ્કરના નિવૃત્ત કર્નલ. આખું નામ વાંગચુક સોનમ. હિમાચલ પ્રદેશના સોલન નગર ખાતે સેંટ લુકેની પ્રાથમિક શાળામાં ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો. 1973માં તેમના પિતા 14મા દલાઈલામાની સુરક્ષા વિભાગમાં જોડાતાં તેમણે ધરમશાલા ખાતે સ્થળાંતર કરવું પડ્યું. 1975માં દિલ્હીની મૉડર્ન સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કરીને શ્રી વેંકેટશ્વર કૉલેજમાંથી ઇતિહાસ […]