કંટક હોય છે =================== માનવી જીવનમાં ગુલાબ શોધે છે. સુખ પામવાની એને અતિ તીવ્ર ઝંખના છે. સુખપ્રાપ્તિ માટે તલસાટ છે. સુખપ્રાપ્તિ થતાં ગાઢ આનંદ અનુભવે છે. સુખનું વિરોધી છે દુ:ખ. કોઈ હાનિ પહોંચાડે, અપમાનિત કરે કે કટુવચન કહે તો એના દિલમાં કાંટા ભોંકાય છે. આમ એ સુખ અને દુ:ખને, ગુલાબ અને કાંટાને અલગ અલગ જુએ […]
જ. ૨૬ જાન્યુઆરી, ૧૯૧૧ અ. ૧૦ જૂન, ૨૦૦૧ અગ્રણી સ્વાતંત્ર્યસેનાની તથા સાહિત્યકાર ભોગીલાલ ગાંધીનું ઉપનામ ‘ઉપવાસી’ હતું. જન્મ મોડાસામાં પણ અમદાવાદ, મુંબઈ અને ભરૂચમાં પ્રારંભિક શિક્ષણ મેળવી ૧૯૩૦માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. સ્વાતંત્ર્યચળવળમાં સક્રિય હોવાથી જેલવાસ વેઠ્યો અને તે દરમિયાન માર્કસવાદી સાહિત્યથી આકર્ષાઈ ૧૯૪૦માં સામ્યવાદી પક્ષમાં જોડાયા. સ્વરાજ પછી સામ્યવાદી પક્ષની નવી નીતિના સંદર્ભમાં અઢાર […]