જ. 7 જાન્યુઆરી, 1967 અ. 29 એપ્રિલ, 2020 ભારતીય ફિલ્મ અભિનેતા અને નિર્માતા ઇરફાન ખાનનો જન્મ રાજસ્થાનના ટોંકમાં થયો હતો. તેઓ હિન્દી સિનેમા ઉપરાંત બ્રિટિશ અને હોલિવુડ ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય માટે ખ્યાતનામ છે. તેમનાં માતા સઇદાબેગમ ખાન અને પિતા યાસીન અલી ખાન. ઇરફાન ખાનનું બાળપણ શરૂમાં ટોંકમાં અને પછીથી જયપુરમાં વીત્યું. જયપુરની કૉલેજમાંથી જ તેમણે […]
એક જળચર પક્ષી. હંસને ઠંડી આબોહવા માફક આવે છે. આફ્રિકા અને ઍન્ટાર્ક્ટિકા સિવાય દરેક ખંડમાં જ્યાં ઠંડી આબોહવા હોય ત્યાં તે વસે છે. ચપટી ચાંચ, લાંબી નાજુક ડોક, લાંબી પાંખો, ટૂંકી પૂંછડી તથા પગ ધરાવતા હંસ દેખાવે ખૂબ સુંદર લાગે છે. હંસનાં પીંછાં પાણીમાં ન ભીંજાય તેવાં હોય છે. પગનાં આંગળાં પાતળી ચામડીથી જોડાયેલાં હોવાથી […]
જ. 6 જાન્યુઆરી, 1940 અ. 17 એપ્રિલ, 2021 હિન્દી સાહિત્યના સુપ્રસિદ્ધ સર્જક નરેન્દ્ર કોહલીનો જન્મ પાકિસ્તાનમાં આવેલા સિયાલકોટમાં થયો હતો. પિતા પરમાનંદ અને માતા વિદ્યાવતી. નરેન્દ્રનું પ્રારંભિક શિક્ષણ લાહોર અને સિયાલકોટમાં થયું હતું. દેશ-વિભાજન પછી પરિવાર ભારતમાં આવ્યો અને જમશેદપુરમાં સ્થાયી થયો. પછીનો અભ્યાસ જમશેદપુરમાં થયો. તેમણે જમશેદપુર કો-ઑપરેટિવ કૉલેજમાંથી બી.એ. અને દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.એ. […]