ચહેરા પર ગમે તેટલી કરચલીઓ પડી હોય તોપણ માનશો નહીં કે તમે વૃદ્ધ થયા છો ! ચિંતા એટલી જ કરવાની છે કે આપણા આત્મા પર તો કરચલીઓ પડી નથી ને ! માણસ જ્યારે જિંદગી જીવવાનો હેતુ, ઉત્સાહ અને ધગશ ગુમાવે છે, ત્યારે એની પાસે માત્ર શ્વાસ લેતું શરીર બાકી રહે છે, પણ એની ઝળહળતી આતમજ્યોત […]
જ. ૨૧ સપ્ટેમ્બર, ૧૯૦૫ અ. ૧૧ માર્ચ, ૧૯૭૭ ગુજરાતના અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની, સમાજસેવક અને સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ઢેબરભાઈનો જન્મ ગંગાજળા(જામનગર)માં નાગર જ્ઞાતિમાં થયો હતો. માતાપિતા તરફથી તેમને સેવાભાવ અને કર્મઠતાનો વારસો મળ્યો હતો. શરૂઆતનું શિક્ષણ રાજકોટમાં લીધું અને ઉચ્ચશિક્ષણ મુંબઈમાં લીધું. ૧૯૨૮માં વકીલાત શરૂ કરી. અત્યંત ટૂંક સમયમાં બાહોશ વકીલ તરીકે પ્રસિદ્ધિ મેળવી, પરંતુ તે […]
વન તરફ જતા પુત્ર શુકદેવને પિતા વ્યાસે કહ્યું, ‘અરે પુત્ર ! તારો જન્મ થતાં જ તું વનમાં ચાલી નીકળ્યો ? થોડા દિવસ તો ઘરમાં થોભી જા. હું તારા થોડા સંસ્કાર તો કરું !આ સાંભળી શુકદેવે કહ્યું, ‘મારા પર જન્મજન્માંતરના અસંખ્ય સંસ્કાર થઈ ગયા છે. એને કારણે તો મારે ભવાટવીમાં વારંવાર ભટકવું પડ્યું છે. હવે આવી કોઈ બાબત સાથે હું નિસ્બત રાખવા માગતો નથી.