માલતીદેવી ચૌધરી

જ. 26 જુલાઈ, 1904 અ. 15 માર્ચ, 1998 ગાંધીવાદી વિચારક, સમાજસેવિકા અને લેખિકા માલતીદેવીનો જન્મ કૉલકાતામાં ઉચ્ચ મધ્યમ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા કુમુદનાથ સેન બૅરિસ્ટર હતા અને માતા સ્નેહલતા લેખિકા. અઢી વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થયું. તેમની માતાએ રવીન્દ્રનાથ ટાગોરની કૃતિઓનો અનુવાદ કર્યો હતો. માલતીદેવી 1921માં સોળ વર્ષની ઉંમરે શાંતિનિકેતનમાં જોડાયાં અને છ […]

દેવભૂમિ દ્વારકા

સૌરાષ્ટ્રની પશ્ચિમ છેડે આવેલો જિલ્લો. 22° 15´ ઉ. અ. અને 68° 58´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. આ જિલ્લાની ઉત્તરે, પશ્ચિમે અને દક્ષિણે અરબી સમુદ્ર તથા પૂર્વ તરફ જામનગર જિલ્લો આવેલા છે. 2013ની 15 ઑગસ્ટે જામનગર જિલ્લાનું વિભાજન કરીને આ જિલ્લાની રચના કરવામાં આવી છે. શ્રીકૃષ્ણની યાદમાં આ જિલ્લાને દ્વારકા નામ અપાયું છે. આ જિલ્લામાં દ્વારકા, […]

એલિયાસ કાનેટ્ટી

જ. 25 જુલાઈ, 1905 અ. 14 ઑગસ્ટ, 1994 જર્મન ભાષામાં લખતાં સ્પૅનિશ સાહિત્યકાર એલિયાસ કાનેટ્ટીનો જન્મ બલ્ગેરિયાના રુસમાં થયો હતો. તેઓ છ વર્ષના હતા ત્યારે પરિવારે બલ્ગેરિયાથી આવીને ઇંગ્લૅન્ડના માન્ચેસ્ટરમાં વસવાટ કર્યો હતો. 1912માં પિતાનું અવસાન થતાં તેમની માતા બાળકોને લઈને  વિયેના ગયાં. ત્યાંથી ઝુરિચ અને ફ્રૅન્કફર્ટમાં પણ રહ્યા. તેઓ 1924માં વિયેના પાછા ફર્યા. 1929માં […]