સાતપુડાપર્વતમાળા

ભારતના મધ્ય ભાગમાં પૂર્વ-પશ્ચિમ પથરાયેલી પર્વતમાળા. તે 22 27’ ઉ. અ. અને 76 22´ પૂ. રેખાંશની આજુબાજુ વિસ્તરેલી છે. ‘સાતપુડા’ શબ્દનો અર્થ ‘સાત ગેડ’ (seven folds) થાય છે, જે આ હારમાળામાં રહેલી અનેક સમાંતર ડુંગરધારોનો ઉલ્લેખ કરે છે. પૂર્વમાં અમરકંટકથી તેનો આરંભ થાય છે. પશ્ચિમે દક્ષિણ ગુજરાતમાં તે પ્રવેશે છે. તે નર્મદા ખીણની દક્ષિણે અને તાપી ખીણની […]

લક્ષ્મીનારાયણ વૈદ્યનાથન

જ. 9 એપ્રિલ, 1942 અ. 19 મે, 2007 પ્રખ્યાત વાયોલિનવાદક, સંગીતકાર અને સંગીતદિગ્દર્શક લક્ષ્મીનારાયણ વૈદ્યનાથન કર્ણાટકી, હિન્દુસ્તાની અને પાશ્ચાત્ય એમ ત્રણેય સંગીત પ્રણાલિકાઓમાં કામ કરનારા સંગીતકાર તરીકે પ્રસિદ્ધ છે. પિતા વી. લક્ષ્મીનારાયણ અને માતા સીતાલક્ષ્મી બંને કુશળ સંગીતકાર હતાં. તેઓ પ્રખ્યાત વાયોલિનવાદક એલ. શંકર અને એલ. સુબ્રમણ્યમના મોટા ભાઈ હતા. તેમણે પ્રારંભમાં તેમના પિતા પાસે […]

સ્મશાનભૂમિ એ વ્યાજની આંધળી દોડનો અંત છે !

મૂડીને ભૂલીને રાતદિવસ વ્યાજની ગણતરી કરનારી વ્યક્તિને વ્યાજની રકમમાં થોડોક પણ ઘટાડો થાય, તો અતિ અજંપો જાગે છે. ‘કેટલું વ્યાજ છૂટશે ?’ એની ગણતરીથી એ માનવી સતત ઘેરાયેલો રહે છે અને સમય જતાં એ મૂડીને બદલે વ્યાજનો મહિમા કરવા લાગે છે. આ જગતમાં પણ એવું જોવા મળે છે કે ઘણી વ્યક્તિઓ જીવનની મૂડીનો વિચાર ભૂલીને […]