બેરોજગાર બનાવનારનો આભાર

કંપનીમાં કામ કરતી અઠ્યાવીસ વર્ષની ટાઇપિસ્ટ સેરિના રુસો એક વાર ઑફિસમાં પાંચ મિનિટ મોડી પહોંચી. બન્યું એવું કે કંપનીના બૉસની એના પર નજર પડી અને એણે સેરિનાને ધમકાવતાં કહ્યું, ‘તને ખ્યાલ છે ને કે તું પાંચ મિનિટ મોડી પડી છે?’ સેરિનાએ દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું, ‘હાજી, સૉરી, મને માફ કરજો.’ કયા સંજોગોને લીધે બૉસ ગુસ્સે […]

ડૉ. પટ્ટાભી ભોગરાજુ સીતારામૈયા

જ. 24 ડિસેમ્બર, 1880 અ. 17 ડિસેમ્બર, 1959 સ્વાતંત્ર્યસેનાની ડૉ. પટ્ટાભી ભોગરાજુ સીતારામૈયાનો જન્મ ગંડુગોલાણુમાં થયો હતો. પિતા સુબ્રહ્મણ્યમ્ અને માતા ગંગામ્મા. બાળપણમાં પિતાને ગુમાવ્યા. તેમણે ઇલોરની ક્રિશ્ચિયન મિશન સ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. 1901માં એમ.બી. ઍન્ડ સી.એમ.ની પદવી મેળવી. મસુલિપટનમમાં દવાખાનું શરૂ કર્યું. 1907માં તેમણે આગેવાનો સાથે મળીને નૅશનલ કૉલેજ માટે ફાળો એકઠો કર્યો […]

હવેલી

મોટું ને સુંદર બાંધણીવાળું મકાન – મહાલય તેમ જ એ પ્રકારની બાંધણીવાળું પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર. હવેલી-૧ : ‘હવેલી’ શબ્દ અરબી ભાષામાંથી આવેલો છે. તે ઐતિહાસિક કે સ્થાપત્યની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતા મોટા મહાલય માટે ભારત તથા પાકિસ્તાનમાં વપરાય છે. પોતાની સમૃદ્ધિ અને દરજ્જો પ્રદર્શિત કરવા શ્રીમંતો હવેલીમાં ખૂબ ખર્ચ કરતા હતા. ભારતમાં રાજસ્થાન, ગુજરાત, આગ્રા, […]