સોલી જહાંગીર સોરાબજી

જ. 9 માર્ચ, 1930 અ. 30 એપ્રિલ, 2021 પ્રખ્યાત નિર્ભીક ધારાશાસ્ત્રી અને ભારતના એટર્ની જનરલ સોલી સોરાબજીનો જન્મ મુંબઈમાં પારસી પરિવારમાં થયો હતો. પિતા જહાંગીર અને માતા પેરીન. તેમણે મુંબઈમાં ભરડા ન્યૂ હાઈસ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ અને ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં ભણતા હતા ત્યારે તેમને રોમન લૉ અને ન્યાયશાસ્ત્રમાં કિન્લોચ […]

સઘળી દોલતની કિંમત

ઈરાનના બાદશાહ હારૂન અલ રશીદને પોતાના વિરાટ સામ્રાજ્યનો અને અઢળક ધન-સંપત્તિનો અતિ અહંકાર હતો. આ અહંકારે એને ગર્વિષ્ઠ અને તોછડો બનાવી દીધો હતો. નોકર-ચાકર તો ઠીક, પરંતુ રાજના દીવાનો સાથે પણ એનો વ્યવહાર સૌજન્યહીન હતો. આવા ઘમંડી બાદૃશાહને મળવા માટે અબુ શકીક નામના મહાન મુસ્લિમ સંત આવ્યા. આ અબુ શકીકે બાદશાહને પૂછ્યું, ‘‘બાદશાહ, તમારી ધનદોલતનું […]

ઑટો હાન

જ. 8 માર્ચ, 1879 અ. 28 જુલાઈ, 1968 જર્મન રસાયણશાસ્ત્રી અને 1944ના વર્ષના નોબેલ પારિતોષિક વિજેતા ઑટો હાનનો જન્મ ફ્રેન્કફર્ટમાં થયો હતો. ઑટો હાનનાં માતાપિતાએ તેમને સ્થપતિ બનાવવાનો વિચાર સેવેલો પણ ઑટો હાનને પહેલેથી જ રસાયણશાસ્ત્રમાં રુચિ હતી તેથી તેમણે યુનિવર્સિટી ઑફ માર્બર્ગમાં રસાયણશાસ્ત્ર ભણવા પ્રવેશ મેળવ્યો. 1901માં તેમણે ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. 1904માં તેઓ અંગ્રેજી […]