અતુલ દેસાઈ

જ. ૩૧ જાન્યુઆરી, ૧૯૩૪ અ. ૨૦ જાન્યુઆરી, ૨૦૧૩ શાસ્ત્રીય કંઠ્યસંગીતમાં ગુજરાતના સુવિખ્યાત કલાકાર અતુલ દેસાઈનો જન્મ અમદાવાદમાં થયો હતો. પિતા ગિરીશચંદ્ર અને માતા સુલભાબહેન. સંગીતનો વારસો માતાપિતા તરફથી મળ્યો હતો. અમદાવાદની ચી. ન. વિદ્યાલયમાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. વડોદરાના કલાભવનમાંથી આર્કિટૅક્ચરનો અભ્યાસ કર્યો. ૧૯૫૫માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સંગીતની વધુ તાલીમ માટે જોડાયા. તેમણે પં. ઓમકારનાથ […]

મૃત્યુ સમયે અજાણી વ્યક્તિ

યમરાજ લાગે છે ==================== ભય પાસે લગીરે શક્તિ નથી. ભયભીત સ્વયં ભયને શક્તિમાન બનાવે છે. ભયને વાગોળી વાગોળીને એ પુષ્ટ કરે છે. ભય એ વ્યક્તિ પરનું કોઈ બાહૃા આક્રમણ નથી, પરંતુ વ્યક્તિના સ્વયંના નિમંત્રણને કારણે એ એના મનભુવનનો અતિથિ બને છે અને પછી માલિક બની જાય છે. ભયની ‘સવારી’ જોવા જેવી છે. પહેલાં વ્યક્તિમાં ભય […]

સત્યનારાયણ ગોયન્કા

જ. ૩૦ જાન્યુઆરી, ૧૯૨૪ અ. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૩ વિપશ્યના ધ્યાન માટે પ્રસિદ્ધ ગુરુ સત્યનારાયણનો જન્મ બર્મામાં થયો હતો. તેમનો ઉછેર હિન્દુ સનાતની મારવાડી કુટુંબમાં થયો હતો. ૧૯૫૫ સુધી તેઓ સફળ વ્યવસાયી હતા. ૩૧ વર્ષની વયે તેઓને આધાશીશી નામનો શિરદર્દનો વ્યાધિ થયો હતો. એનાથી છુટકારો મેળવવા તેઓએ જાતભાતના પ્રયાસો કર્યા પણ તેઓને ઉચિત રાહત મળી નહીં. […]