દરજીડો અથવા દરજી

ચકલીના કદનું ભારતમાં સર્વત્ર જોવા મળતું ગાયક પક્ષી. (અં. ટેઇલર બર્ડ, લૅ. ઑર્થોટોમસ સુટોરિયસ) કુળ મ્યુસિકૅપિડી, શ્રેણી પાસરિફૉર્મિસ. નગરો તથા ગામોમાં, ઉદ્યાનો તથા વાડીઓમાં છોડવેલ ઉપર ઊડતું જોવા મળે છે. પીઠ અને પાંખો લીલાશ પડતાં, પેટ સફેદ, માથું બદામી રંગનું અને પાછળ બહુ લાંબી નહિ એવી ઊભી પૂંછડી. લંબાઈ 12 સેમી. આસપાસ. એને ઓળખવું અઘરું […]

કર્નલ સોનમ વાંગચુક

જ. 11 મે, 1964 અ. 10 એપ્રિલ, 2026 ભારતીય લશ્કરના નિવૃત્ત કર્નલ. આખું નામ વાંગચુક સોનમ. હિમાચલ પ્રદેશના સોલન નગર ખાતે સેંટ લુકેની પ્રાથમિક શાળામાં ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો. 1973માં તેમના પિતા 14મા દલાઈલામાની સુરક્ષા વિભાગમાં જોડાતાં તેમણે ધરમશાલા ખાતે સ્થળાંતર કરવું પડ્યું. 1975માં દિલ્હીની મૉડર્ન સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કરીને શ્રી વેંકેટશ્વર કૉલેજમાંથી ઇતિહાસ […]

નૃત્યની પિકાસો

નાનકડી મારથાના પિતા દિવ્યાંગ દર્દીઓના ફિઝિયૉથૅરપિસ્ટ હતા. તેઓ દિવ્યાંગોને વ્યાયામ અને જુદી જુદી કસરતો શીખવતા હતા. મારથાને એના પિતા પાસેથી વ્યાયામ અને નૃત્યનો વારસો મળ્યો, પરંતુ મારથાની સામે સૌથી મોટો અવરોધ એ હતો કે એ ખ્રિસ્તી ધર્મના જે પંથની અનુયાયી હતી, તે પંથમાં નૃત્ય કરવાની મનાઈ હતી. મારથાની રગેરગમાં નૃત્યની કલા દોડતી હતી. એ પોતાની […]