પોતાની નિષ્ફળતાને બીજાના દોષની ખીંટી પર ટાંગવાનો ચેપી રોગ લાગુ પડે, તો તે વ્યક્તિના બીમાર વ્યક્તિત્વને ધીરે ધીરે કોરી ખાય છે. ગૃહિણી પોતાના ઘરસંસારનાં દુ:ખો માટે પોતાને નહીં, પરંતુ એના પતિને જ ગુનેગાર અને જવાબદાર માને છે. કંપનીનો બૉસ કંપનીની ખોટનું કારણ પોતાની અણઆવડતને નહીં, પરંતુ કર્મચારીઓની અયોગ્યતાને માને છે. કોઈ નોકર પોતાની સઘળી મુશ્કેલીનું […]
જ. ૨૩ માર્ચ, ૧૯૧૦ અ. ૧૨ ઑક્ટોબર, ૧૯૬૭ ભારતના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, સમાજવાદી ચિંતક, પ્રથમ કક્ષાના રાજકારણી અને સાંસદ તથા પ્રજાકીય આંદોલનના અગ્રણી રામમનોહરનો જન્મ ફૈઝાબાદ, ઉત્તરપ્રદેશમાં થયો હતો. તેમના પૂર્વજોનો વ્યવસાય લોખંડનો હતો, આથી તેઓની અટક લોહિયા પડી. બાળપણમાં માતા ગુજરી જતાં દાદીએ તેમનો ઉછેર કર્યો. અભ્યાસમાં તેઓ ખૂબ તેજસ્વી હતા, શાળામાંથી જ તેઓ ગાંધીજીના […]