ભારતીય ભિત્તિચિત્રોની કલાશૈલી ધરાવતી પ્રખ્યાત બૌદ્ધ ગુફાઓ. ભારતીય ચિત્રકલાના ઇતિહાસની શરૂઆત અજંતાની ગુફાઓમાં મળી આવેલાં ચિત્રોથી થાય છે એમ કહી શકાય. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં ઔરંગાબાદથી ૧૦૩ કિમી. અને જલગાંવ રેલવે-સ્ટેશનથી ૫૫ કિમી.ના અંતરે આ ગુફાઓ આવેલી છે. અજંતાની ગુફાઓ બૌદ્ધોને લગતી છે. ‘અજંઠા’ નામના ગામ પાસે આ ગુફાઓ હોઈ એ નામે તે જાણીતી થઈ છે. […]
જ. 1 માર્ચ, 1909 અ. 19 જૂન, 1995 કેરળમાં પુસ્તકાલય ચળવળના પિતા પી. એન. પણિક્કરનું મૂળ નામ પુથુવાયિલ નારાયણ પણિક્કર હતું. તેમનો જન્મ ભારતના નીલમપેરૂર ખાતે પિતા ગોવિંદ પિલ્લઈ અને માતા જાનકી અમ્માને ત્યાં નાયર પરિવારમાં થયો હતો. પણિક્કરને વર્તમાનપત્રો અને પુસ્તકો વાંચવાનો શોખ બાળપણથી જ હતો. વાંચી કે લખી શકતા ન હોય તેવા લોકોને […]
ભારતના ઉત્તરાખંડ રાજ્યના 13 જિલ્લા પૈકીનો જિલ્લો તથા ન્યૂ તહેરી નામ ધરાવતું જિલ્લામથક. તે 30° 38´ ઉ. અ. અને 78° 48´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની પૂર્વે રુદ્રપ્રયાગ જિલ્લો, પશ્ચિમે દેહરાદૂન જિલ્લો, ઉત્તરે ઉત્તરકાશી જિલ્લો અને દક્ષિણે પૌરી ગઢવાલ જિલ્લા સીમા રૂપે આવેલા છે. હિમાલય ગિરિમાળાના દક્ષિણ ઢોળાવ પર આ જિલ્લો આવેલો છે. […]