શારદા મુખરજીનો જન્મ તા. ૨૪ ફેબ્રુઆરી, ૧૯૧૯ના રોજ થયો અને તેમનું અવસાન તારીખ ૬ જુલાઈ, ૨૦૦૭ના રોજ થયું હતું. તેઓ એક સામાજિક કાર્યકર, લોકસભાના પૂર્વ સદસ્ય તથા આંધ્રપ્રદેશ અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ રહી ચૂક્યા છે. તેમના પિતા પ્રતાપ સીતારામ પંડિત અને માતા સરસ્વતી. તેમણે શરૂઆતનું શિક્ષણ રાજકોટમાં લીધું અને ત્યારબાદ ઉચ્ચશિક્ષણ મુંબઈમાં લીધું હતું. મુંબઈ […]
આધુનિક જમાનામાં વૈશ્વિક સ્તરે વ્યાપક રીતે અમલમાં આવેલું વિનિમયનું માધ્યમ. તે બિલ, કાગદી ચલણ અથવા નોટ સ્વરૂપમાં હોય છે. તે એક પરક્રામ્ય વટાઉ ખતપત્ર હોય છે. તે વચનચિઠ્ઠી (પ્રૉમિસરી નોટ) તરીકે પણ ઓળખાય છે.
વિશ્વવિહાર, ડિસેમ્બર ૨૦૧૩ : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ‘ગુજરાતી વિશ્વકોશ’નાં ૨૫ વૉલ્યુમ્સ માટે તથા ૬૦ જેટલા વિવિધ વિષયનાં પ્રકાશનો માટે એક સમૃદ્ધ અને ઉત્તમ સંદર્ભગ્રંથોનો સંગ્રહ તેના ગ્રંથાલયમાં વિકસાવેલ છે. બહુ ઓછી વ્યક્તિને જાણ હશે કે