સમયનો અભાવ

1952થી 1960 સુધી એટલે કે બે સત્ર સુધી અમેરિકાના પ્રમુખ રહી ચૂકેલા ડ્વાઇટ ડેવિડ આઇઝનહોવરે (જ. ઈ. 1890, અ. ઈ. 1969) બાહોશ સેનાપતિ, કુશળ રાજકારણી અને નાગરિક અધિકારોનો પ્રથમ કાયદો પસાર કરનાર તરીકે આગવી પ્રતિભા દાખવી. એમને અનેક રાજપુરુષો સાથે સંઘર્ષમાં આવવાનું બનતું હતું; એટલું જ નહીં, પણ અમેરિકાના એક ભાગ જેવાં દક્ષિણનાં રાજ્યો સામે […]

અહિલ્યાબાઈ હોલકર

જ. 31 મે, 1725 અ. 13 ઑગસ્ટ, 1795 બાહોશ શાસક, દાનવીર અને પ્રજાવત્સલ રાણી અહિલ્યાબાઈ હોલકરનો જન્મ મહારાષ્ટ્રના ચૌંડ ગામમાં થયો હતો. પિતા માણકોજી અને માતા સુશીલાબાઈ. પિતાએ લખતાં-વાંચતાં શીખવ્યું. અહિલ્યાબાઈનાં આઠ વર્ષની ઉંમરે ખંડેરાવ સાથે 1733માં લગ્ન થયાં. 1745માં પુત્ર માલેરાવ અને 1748માં પુત્રી મુક્તાનો જન્મ થયો. 1754માં પતિ ખંડેરાવ મરણ પામ્યા. તેઓ સતી […]

આફ્રિકા

વિશ્વના ૭ ખંડોમાંનો એક. ભૌગોલિક સ્થાન : ૩૬° ઉ. અ.થી ૩૫° દ. અ. અને ૧૭° ૨૫´ પ. રે.થી ૫૧° પૂ. રે. વચ્ચેનો ૩.૦૩ કરોડ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ ખંડ વિશાળતાની દૃષ્ટિએ અમેરિકા પછી બીજા અને વસ્તીની દૃષ્ટિએ એશિયા, યુરોપ પછી ત્રીજા ક્રમે આવે છે. વિષુવવૃત્ત આ ખંડના મધ્ય ભાગમાંથી પસાર થાય છે. […]