મારો અભિપ્રાય

બ્રિટનના અગ્રણી મુત્સદ્દી, રૂઢિચુસ્ત પક્ષના નેતા, લેખક અને કુશળ વક્તા સર વિન્સેન્ટ ચર્ચિલે (જ. ઈ. 1874થી અ. ઈ. 1965) બીજા વિશ્વયુદ્ધની કટોકટીના સમયમાં બ્રિટનનું વડાપ્રધાનપદ ગ્રહણ કર્યું. ઈ. સ. 1940થી 1945 સુધી વડાપ્રધાનપદે રહીને એમણે બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન અને મિત્રરાજ્યોને વિજય અપાવવામાં સિંહફાળો આપ્યો. વિશ્વયુદ્ધની કટોકટીના સમયે દેશને વિજય માટે એમણે આપેલો સંકેત ‘V’ (‘V’ […]

હોમી વાડિયા

જ. 22 મે, 1911 અ. 10 ડિસેમ્બર, 2004 ભારતીય સિનેજગતના નિર્દેશક અને નિર્માતાનો જન્મ સૂરતમાં થયો હતો.  શિક્ષણ માંડ મૅટ્રિક સુધીનું. ત્યારબાદ મોટા ભાઈ જે. બી. વાડિયા ફિલ્મક્ષેત્રે હોવાથી તેમણે પણ ફિલ્મક્ષેત્રે જવાનું પસંદ કર્યું. તેઓ 1933માં સ્થાપિત વાડિયા મૂવીટોન પ્રોડક્શનના સહ-સંસ્થાપક હતા. તેમણે સૌપ્રથમ 1934માં ‘વીર ભારત’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું. પ્રથમ ફિલ્મથી જ સ્ટંટ […]

આત્મગોપન (Camouflage)

પર્યાવરણ સાથે એકરૂપતા સાધી જાતબચાવ કરવાની પ્રાણીઓની તરકીબ. પ્રાણીજગતમાં ભક્ષકથી બચવું અને ભક્ષ્યને પકડવું એ સૌથી મોટી પ્રવૃત્તિ છે. આ માટે પ્રાણીઓ જાતજાતની તરકીબો કરતાં હોય છે. જાતબચાવ માટે પ્રાણીઓ પોતાના પરિસરમાં રંગરૂપથી ભળી જઈને, ભક્ષકની નજરથી બચવાની યુક્તિ અજમાવે છે. ઘણાં પ્રાણીઓ તેમના આકારની મદદથી આત્મગોપન કરે છે. ઘણાં જીવડાં સૂકી ડાળી જેવાં લાગે […]