જ. 24 મે, 1899 અ. 29 ઑગસ્ટ, 1976 બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ, લેખક, નાટ્યકાર, સંગીતકાર, સૈનિક અને ફિલ્મ અભિનેતા નઝરુલ ઇસ્લામનો જન્મ બંગાળ પ્રેસિડેન્સીના ચુરુલિયામાં થયો હતો. તેમણે મદરેસામાં કુરાન, હદીસ, ઇસ્લામિક ફિલસૂફી અને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેઓ ‘લેટોર ડોલ’માં જોડાયા. અભિનય શીખ્યા. નાટકો માટે ગીતો અને કવિતાઓ લખી. તેમણે ‘ચાશા શોંગ’, ‘શેકુનીબોધ’, ‘રાજા યુધિષ્ઠિરેર શોંગ’, […]
ગુજરાત રાજ્યના અગ્નિખૂણામાં આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 20° 05´ ઉ. અ. અને 73° 00´ પૂ. રે.. તે મહારાષ્ટ્રની સરહદ ઉપર આવેલો છે. અઢારમી સદીના અંતમાં આ પ્રદેશ પોર્ટુગીઝ સંસ્થાનનો ભાગ બન્યો હતો. 1954ની 2જી ઑગસ્ટથી આ પ્રદેશ સ્વતંત્ર બન્યો તથા 1961માં તેનું ભારતમાં વિલીનીકરણ કરવામાં આવ્યું ત્યારથી તે અલગ અસ્તિત્વ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ […]
જ. 23 મે, 1918 અ. 12 માર્ચ, 2010 સ્પેસ ટાઇમ જ્યોમેટ્રીના સંશોધનકર્તા, ગણિતજ્ઞ અને આદર્શ શિક્ષક પી. સી. વૈદ્યનો જન્મ જૂનાગઢ તાલુકાના શાપુરમાં થયો હતો. પિતા ચુનિલાલ અને માતા નિર્મળબહેન. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં મેળવ્યું હતું. ઉચ્ચશિક્ષણ મુંબઈની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાંથી મેળવ્યું. 1938માં પ્રથમ વર્ગમાં વિશેષ યોગ્યતા સાથે બી.એસસી. અને 1940માં પ્રથમ વર્ગમાં […]