જ. 13 ફેબ્રુઆરી, 1928 અ. 5 નવેમ્બર, 2022 ગુજરાતી સાહિત્યના જાણીતા નવલકથાકાર, ટૂંકી વાર્તાકાર, કટારલેખક અને અનુવાદક મોહમ્મદભાઈનો જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં વલીભાઈ માંકડને ત્યાં થયો હતો. તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કરેલો. દસેક વર્ષ બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપેલી. ત્યારબાદ લેખન માટે સુરેન્દ્રનગર ખાતે કાયમી વસવાટ. 1982થી 1992 સુધી તેમણે ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ […]
ભારતની રાષ્ટ્રીય રમત. ભારતે આ રમતમાં મેળવેલી વિશ્વકક્ષાની સિદ્ધિઓને કારણે હૉકીની રમતને ‘રાષ્ટ્રીય રમત’નો દરજ્જો આપવામાં આવ્યો છે. દડાને લાકડી (ગેડી) વડે ફટકારીને રમવાની આ રમત મૂળભૂત રીતે ઘણી જૂની છે. પ્રાચીન યુગના પુરાવાઓ પ્રમાણે ભારતમાં આવી રમત ૫૦૦૦ વર્ષ પૂર્વે મહાભારત-કાળમાં ‘ગેડીદડા’ના સ્વરૂપે રમાતી હતી. ‘હૉકી’ શબ્દ ફ્રેન્ચ ભાષાના ‘હૉકીટ’ (hoquet) શબ્દ પરથી આવ્યો […]
જ. 11 ફેબ્રુઆરી 1932 અ. 28 જુલાઈ 2020 ભારતીય અભિનેતા, પટકથાલેખક, નાટ્યકાર, પત્રકાર અને લેખક રવિ કોંડોલા રાવનો જન્મ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં થયો હતો. પિતા પોસ્ટમાસ્તર હતા. રવિ કોંડોલા રાવનું પ્રાથમિક શિક્ષણ શ્રીકાકુલમમાં થયું હતું. 1948માં રાજમુન્દ્રીમાં આરએસએસ અને હિન્દુ મહાસંમેલન ઉપર પ્રતિબંધ મુકાયો હતો. એની સામે જે સત્યાગ્રહ થયો તેમાં રવિ કોંડોલા રાવે ભાગ લીધો […]