હોળી

હિન્દુઓનો એક અગત્યનો તહેવાર. હોળી આપણો સામાજિક તહેવાર છે. તે જનસામાન્યનું પર્વ છે. ખાસ કરીને આદિવાસીઓ તે ખૂબ ઉત્સાહથી  ઊજવે છે. આ પર્વ ફાગણ મહિનાની પૂનમે ઊજવાય છે. આ પર્વ ફાગણ માસમાં આવતું હોવાથી તેને ‘ફાલ્ગુનિક’ પણ કહે છે. ભારતભરમાં ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં આનંદ-ઉલ્લાસપૂર્વક આ ઉત્સવ ઊજવાય છે. રાજસ્થાનમાં તો આ પર્વને દિવાળીથી […]

અરવિંદ રાઠોડ

જ. 14 ફેબ્રુઆરી, 1941 અ. 1 જુલાઈ, 2021 ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અભિનેતા અને અખબારી છબીકાર અરવિંદ રાઠોડનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેમના પિતા અમદાવાદમાં દરજીકામ કરતા હતા. શાળામાં ભણતા હતા ત્યારથી સંગીત અને નાટકમાં રસ હતો. શાળામાં પ્રાર્થના ગવડાવતા. દસેક વર્ષની ઉંમરે ‘નટુ-ગટુ’ નાટકમાં નટુનું પાત્ર ભજવનાર છોકરો બરાબર નહોતો તેથી તેનું પાત્ર તેમણે […]

તેજપુર

અસમના શોણિતપુર જિલ્લાનું વહીવટી મથક. આ પૂર્વે તે દારાંગ જિલ્લાનું વડું મથક હતું. તે 26° 37´ ઉ. અ. તથા 92° 47´ પૂ. રે. પર બ્રહ્મપુત્ર નદીના જમણા કાંઠે વસેલું છે. તે શિલૉંગથી 147 કિમી. ઈશાન તરફ આવેલું છે. વસ્તી : 1,48,000 (2025, આશરે). નગરના આસપાસના વિસ્તારમાં ચા, શેરડી, ડાંગર, શણ તથા રાઈની પેદાશ થાય છે. […]