જ. 28 ફેબ્રુઆરી, 1944 અ. 9 ઑક્ટોબર, 2015 ભારતીય સંગીતજગતમાં અમીટ છાપ છોડી જનાર પ્રજ્ઞાચક્ષુ શ્રી રવીન્દ્ર જૈન, પિતા ઇન્દ્રમણિ જૈન અને માતા કિરણ જૈનનું ત્રીજું સંતાન હતા. તેઓ ખૂબ નાની ઉંમરથી જ મંદિરોમાં ભજન ગાવા જતા. જન્મજાત પ્રતિભા અને સંગીત પ્રત્યેની લગનને લીધે શ્રી જૈન જનાર્દન શર્મા, નાથુરામ અને જી. એલ. જૈન જેવા ગુરુઓ […]
ઉત્તર-મધ્ય ઈરાનમાં થયેલા પર્શિયાના સૂફી સંત બાયજીદ બિસ્તામી ઈશ્વર વિશેના સ્પષ્ટ અને નિર્ભીક વિચારો માટે જાણીતા હતા. કોઈ ગ્રંથ સ્વરૂપે એમના કોઈ વિચારો પ્રાપ્ત થતા નથી, પરંતુ સૂફી પરંપરામાં એક મહત્ત્વના સૂફી સંત તરીકે તેઓ સ્થાન ધરાવે છે. એમના નિવાસસ્થાને જે કોઈ ઇસ્લામ ધર્મ વિશે ચર્ચા કરવા આવે, એમને આવકારતા; એટલું જ નહીં, પણ અલ્લાહની […]
જ. 27 ફેબ્રુઆરી, 1933 અ. 23 ઑગસ્ટ, 2016 કચ્છના પરંપરાગત ભારતકામને વિશ્વસ્તરે નવી ઓળખ આપનાર અને ‘શ્રુજન’ સંસ્થાનાં સ્થાપક ચંદાબહેન શ્રોફનો જન્મ અમદાવાદ જિલ્લાના માંડલમાં થયો હતો. પિતા સકરચંદભાઈ અને માતા શકરીબહેન. તેમણે નવ વર્ષની ઉંમરે માતાને ગુમાવ્યાં. પિતા ગાંધીવાદી હોવાથી ગાંધી વિચાર સરણીવાળા કુટુંબમાં ઉછેર થયો. તેમનું પ્રાથમિક શિક્ષણ રાજકોટ અને ભાવનગરમાં થયું. વડોદરાની […]