ઓડ્રી હેપબર્ન

જ. 4 મે, 1929 અ. 20 જાન્યુઆરી, 1993 હોલિવુડની ખ્યાતનામ અભિનેત્રી ઓડ્રી હેપબર્નનો જન્મ બ્રસેલ્સ, બેલ્જિયમમાં થયો હતો. તેમનું મૂળ નામ ઓડ્રી કેથલીન રસ્ટન હતું. પિતા જોસેફ વિક્ટર એન્થની રસ્ટન શ્રીમંત અંગ્રેજ શાહુકાર હતા અને માતા એલા વાન હીમ્સ્યૂ ડચ બેરોનસ હતાં. માતાપિતા છૂટાં પડ્યાં પછી ઓડ્રી તેમનાં માતા સાથે પહેલાં લંડન અને પછી હોલૅન્ડ […]

અંગકસરતો (Gymnastics)

વ્યક્તિગત કસરતોના પ્રયોગો. રમતવિશ્વની તમામ સ્પર્ધાઓમાં અંગકસરત(જિમ્નેસ્ટિક)ની સ્પર્ધા સૌથી વધુ કલાત્મક અને આકર્ષક સ્પર્ધા છે. ખેલાડીની આવડત, ચપળતા, શરીરના જુદા જુદા વળાંકોમાં પ્રગટતું કૌશલ – એ બધાંને કારણે આ રમત વિશાળ લોકચાહના ધરાવે છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ હરીફાઈની દૃષ્ટિએ પુરુષો માટે અંગકસરતની – ફ્લોર એક્સરસાઇઝ, વૉલ્ટિંગ હૉર્સ, પોમેલ હૉર્સ, પૅરેલલ બાર્સ, હૉરિઝૉન્ટલ બાર અને […]

વી. કે. કૃષ્ણ મેનન

જ. 3 મે, 1896 અ. 6 ઑક્ટોબર, 1974 ભારતની આઝાદીના પુરસ્કર્તા, રાજકારણી અને વકીલ વી. કે. કૃષ્ણ મેનનનો જન્મ થિરુવાંગડમાં થયો હતો. તેમનું નામ વેંગલીલ કૃષ્ણન કૃષ્ણ મેનન હતું. પ્રારંભિક શિક્ષણ આયનચેરી અને થાલાસ્સેરીમાં થયું. 1818માં ચેન્નાઈની પ્રેસિડેન્સી કૉલેજમાંથી સ્નાતક થયા, પછી અધ્યાપન કર્યું. તેઓ થિયૉસૉફીમાં જોડાયા અને એની બેસન્ટ દ્વારા સ્થાપિત ‘બ્રધર્સ ઑવ્ સર્વિસ’ના […]