જ. ૪ ઑક્ટોબર, ૧૯૨૬ અ. ૨૮ ઑગસ્ટ, ૨૦૧૫ ગુજરાતના જાણીતા શિલ્પકાર મહેન્દ્ર પંડ્યાનો જન્મ ભરૂચ જિલ્લાના રાજપીપળામાં થયો હતો. પિતાનું નામ ધીરજરામ તલાટી હતું. તેમનો ઉછેર કુદરતના સાન્નિધ્યમાં થયો હતો. શિલ્પ સાથે લગાવ હોવાથી મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં શિલ્પવિભાગમાં જોડાયા. ૧૯૫૫માં સ્નાતક અને ૧૯૫૮માં અનુસ્નાતક થયા. અહીં શંખો ચૌધરી અને પ્રદોષ દાસગુપ્તા […]