કલા કુરૂપ બની જશે

કારા ડેલીની ઇચ્છા સ્ટેજ પર જઈને દર્શકો વચ્ચે ઝૂમતી ગાયિકા તરીકે નામના મેળવવાની હતી, પરંતુ એની આ તીવ્ર ઇચ્છામાં સહુથી મોટો અવરોધ એનો ચહેરો હતો. એ જાણતી હતી કે ગાયિકાના ગાનની સાથે એના ચહેરાને સ્ટેજ પર દર્શકો એકાગ્ર બનીને જોતા હોય છે, તેથી એ વિચારતી કે એના કદરૂપા ચહેરાને કારણે એ પ્રેક્ષકોને પસંદ નહીં પડે. […]

બેન રૉય મોટલસન

જ. 9 જુલાઈ, 1926 અ. 13 મે, 2022 પ્રસિદ્ધ અમેરિકી-ડેનિશ પરમાણુ ભૌતિક વિજ્ઞાની (Nuclear Physicist) બેન રૉય મોટલસનનો જન્મ અમેરિકામાં શિકાગોમાં થયો હતો. તેમણે પરમાણુ નાભિક(Atomic Nuclei)ની આંતરિક રચના તથા જટિલ આકાર(complex structure)ને લગતા સિદ્ધાંતોને વિકસિત કરવા માટે પાયાનું (pioneer) કામ કર્યું. તેમના પિતા ગુડમેન મોટલસન ઇજનેર હતા. તેમનો પરિવાર યહૂદી હતો. ઇલિનૉય(Illinois)સ્થિત લાયન્સ ટાઉનશિપ […]

ઇન્ડોનેશિયા

મલેશિયાની દક્ષિણમાં આવેલો દુનિયાનો મોટો ટાપુસમૂહ. તે ૬° ઉ. અ.થી ૧૧° દ. અ. અને ૯૫° પૂ. રે.થી ૧૪૧° પૂ. રે. વચ્ચેનો ૧૯.૯૧ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પાપુઆ ન્યૂ ગીનીઆ, પૂર્વ તિમોર અને મલેશિયાના પૂર્વ ભાગ સાથે જમીન સરહદો ધરાવે છે. જ્યારે સિંગાપોર, વિયેટનામ, થાઇલૅન્ડ, ફિલિપિન્સ, ઑસ્ટ્રેલિયા, પલાઉ અને ભારત (આંદામાન નિકોબાર […]