ભૂમધ્ય સમુદ્રના ઈશાનકોણમાં આવેલો ટાપુદેશ. તે ૩૫° ૦૦´ ઉ. અ. અને ૩૩° ૦૦´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તે ટર્કીથી આશરે ૬૪ કિમી. દક્ષિણ તરફ સ્થિત છે. તેનો વિસ્તાર આશરે ૯,૨૫૧ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી આશરે ૧૩,૫૮,૨૮૨ (૨૦૨૪, આશરે) જેટલી છે. નિકોસિયા તેનું પાટનગર તથા મોટામાં મોટું શહેર છે. નિકોસિયાનો ઘણોખરો ભાગ ગ્રીક વિસ્તારમાં […]
સસ્તન વર્ગમાં ખરીધારી (perissodactyla) શ્રેણીના ઇક્વિડી કુળનું પ્રાણી. તે આફ્રિકા અને દક્ષિણ સહરાનું વતની છે. ઝીબ્રા, ઘોડા અને ગધેડાં ઇક્વિડી કુળનાં પ્રાણીઓ છે. આથી તેમનામાં ઘણું સામ્ય જોવા મળે છે. ઝીબ્રાની ઊંચાઈ સામાન્ય રીતે ૧થી ૧.૫૦ મીટર જેટલી હોય છે. તેના કર્ણપલ્લવ લાંબા, કેશવાળી ટૂંકી અને પૂંછડી ભરાવદાર પ્રકારની હોય છે. તેની ત્વચાનો રંગ મુખ્યત્વે […]