સ્ટિફન ઍડવિન કિંગ(જ. ૨૧ સપ્ટેમ્બર, ૧૯૪૭)ના દરિયાઈ વેપાર ખેડતા પિતા સ્ટિફન માત્ર બે વર્ષનો હતો, ત્યારે ઘર છોડીને ચાલ્યા ગયા અને સ્ટિફનની માતાને માથે સ્ટિફન અને એના મોટા ભાઈ ડેવિડને ઉછેરવાની જવાબદારી આવી. આ સમયે સ્ટિફન કિંગને એક ટંક ભોજનના પણ સાંસા હતા, ત્યાં વળી કાગળ અને પેન ખરીદે ક્યાંથી ? બાળપણથી જ ડરામણી વાતો […]
જ. ૨૯ ઑક્ટોબર, ૧૯૨૦ અ. ૨૯ જુલાઈ, ૨૦૦૦ ભારતમાં ક્લિનિકલ ફાર્માકૉલૉજીના સ્થાપક અને વિશ્વવિખ્યાત ફાર્માકૉલૉજિસ્ટ ઉત્તમચંદ શેઠનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ ‘યુકેએસ’ તરીકે જાણીતા હતા. તેમણે માઇક્રોબાયૉલૉજીમાં બી.એસસી. કર્યું પછી શેઠ જી. એસ. મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ. અને મેડિસિનમાં એમ.ડી.ની પદવી મેળવી. મેડિકલ રેસિડેન્સી પૂર્ણ કર્યા પછી મુંબઈની ટી. એન. મેડિકલ કૉલેજમાં પૅથૉલૉજી વિભાગમાં જોડાયા. […]
અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડી.સી.માં આવેલી સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક સંશોધન-સંસ્થા. એક અંગ્રેજ વૈજ્ઞાનિક જેમ્સ સ્મિથસન, જેઓ ૧૮૨૯માં અવસાન પામ્યા. તેમણે પોતાની મિલકત પોતાના સ્વજન હેન્રી જેમ્સ હંગરફૉર્ડને આપેલી. ૧૮૩૫માં આ હેન્રી પણ અવસાન પામ્યા. આથી જેમ્સ સ્મિથસનના વિલ પ્રમાણે બધી મિલકત અમેરિકાને વૉશિંગ્ટનમાં સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશન બનાવવા માટે આપવામાં આવી. આમ અમેરિકન સંસદે ૧૮૩૮માં તેનો આરંભ કર્યો. […]