બંધિયાર કોર્ટમાં રમાતી બૉલ અને રૅકેટની રમત. આ રમતની શરૂઆત ૧૮૫૦માં ઇંગ્લૅન્ડની હેરો સ્કૂલમાં થઈ હતી. ‘રૅકેટ’ નામની રમતમાંથી સ્ક્વૉશની રમતનો ઉદભવ થયો હતો. લંડનની સ્કૂલોમાં, સામાજિક ક્લબોમાં ટેનિસ અને ક્રિકેટ ઉપરાંત વધારાની રમત તરીકે સ્ક્વૉશનો પ્રચાર થયો. ત્યારબાદ બ્રિટિશ સૈન્યમાં આ રમત રમાતી થઈ અને તે દ્વારા આ રમત ઇજિપ્ત અને ભારતમાં આવી. ૧૯૨૯માં […]
જ. ૨૨ સપ્ટેમ્બર, ૧૭૯૧ અ. ૨૫ ઑગસ્ટ, ૧૮૬૭ પ્રસિદ્ધ અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી માઇકલ ફૅરડેનો જન્મ લંડનની નજીકના પરગણામાં થયો હતો. તેમણે અનેક પ્રયોગો દ્વારા વિદ્યુત-ચુંબકત્વની ઘટના સમજાવવામાં અગત્યનો ફાળો આપ્યો હતો. તેમના પિતા લુહારીકામ કરીને ગુજરાન ચલાવતા હતા. શાળામાં જઈને શિક્ષણ મેળવવાનું તેમને માટે શક્ય નહોતું. આથી તેમણે ઘરે રહીને જ જ્ઞાન મેળવ્યું. તેર […]
જીવનમાં અન્ય પ્રતિ આદર અને સન્માન હોવાં જોઈએ, પરંતુ કોઈના પ્રભાવથી પૂર્ણ રીતે અભિભૂત થઈને જીવવું જોઈએ નહીં. આદર સાહજિક છે, કિંતુ પ્રભાવિત થવું અસાહજિક છે. પ્રભાવિત થાવ ત્યારે પૂર્ણ સાવચેત રહેવું. એ ખતરાથી ખાલી નથી. સાહિત્યમાં કોઈ નવો સિદ્ધાંત આવે, પ્રજાજીવનમાં કોઈ નવો નાયક પેદા થાય કે કોઈ વિભૂતિનું જીવન સ્પર્શી જાય અને તમે […]