ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

લલિતકલાકેન્દ્રના કાર્યક્રમો :

 

 

 

લલિતકલાકેન્‍દ્ર: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્‍ટ તરફથી સંગીત, નૃત્‍ય અને નાટકને અનુલક્ષીને લલિતકલાકેન્‍દ્રની સ્‍થાપના કરવામાં આવી છે. આમાં જુદા-જુદા કવિઓનાં કાવ્યની પ્રસ્‍તુતિ ઉપરાંત એનાં વિશેની કાર્યશિબિરો યોજવામાં આવે છે. વર્તમાન વિશ્વમાં એક કલા બીજી કલા સાથે ગાઢ સંપર્કમાં આવે છે, ત્‍યારે કલાના પરસ્‍પરના આંતરસંબંધો વિશે પરિસંવાદ યોજવાનો ઉપક્રમ પણ રાખ્‍યો છે. ગુજરાતની કલારસિક પ્રજાને આવું કેન્‍દ્ર સાંપડે તે માટે ગુજરાતી વિશ્વકોશના માનદ સંપાદક ધીરુભાઈ ઠાકર પાસેથી સબળ આર્થિક સહયોગ સાંપડ્યો છે. ૨૦૧૦ના જાન્‍યુઆરીથી આ કલાકેન્‍દ્રના ઉપક્રમે દર મહિને બે કાર્યક્રમો યોજવાનું નક્કી કર્યું છે. લલિતકલાકેન્‍દ્રના ઉપક્રમે પ્રથમ કાર્યક્રમ શ્રી રમેશ પારેખનાં ગીતો ‘તમને ફૂલ દીધાનું યાદ’ શીર્ષકથી શ્રી અમર ભટ્ટે પ્રસ્તુત કર્યો. કેન્‍દ્રનું ઉદ્ઘાટન જાણીતા સાહિત્‍યકાર પદ્મશ્રી ડૉ. ભોળાભાઈ પટેલે ૨-૧-૨૦૧૦ ના રોજ કર્યું.