ગુજરાતી વિશ્વકોશ :
વિશ્વકોશની વિશિષ્ટતાઓ
વિશ્વકોશની ઝાંખી
આ કોશ સર્વસંગ્રાહક સ્વરૂપનો હોવાથી એમાંની માહિતી વ્યાપક સ્વરૂપની હોય તે સ્વાભાવિક છે. વિસ્તાર સાથે ઊંડાણ પણ હોય છે. ગુજરાતને લગતી માહિતી વિગતવાર ઊંડાણથી રજૂ થયેલી છે. ગુજરાતનો પરિચય પરદેશી અને અન્ય ભારતીય ભાષાઓના
વિશ્વકોશમાં અત્યંત સીમિત અને અછડતો જોવા મળે છે. એટલે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલા માણસને ગુજરાત વિશે અભ્યાસ કરવો હોય તો વિષયનાં સર્વ પાસાંને સમાવતી સંપૂર્ણ માહિતી આ વિશ્વકોશમાંથી ઉપલબ્ધ થાય તેમ છે.
આ વિશ્વકોશમાં મૂકેલાં ગુજરાત વિશેનાં લખાણો ઉપરથી ‘ગુજરાત’નો દળદાર ગ્રંથ તૈયાર થઈ શક્યો છે અને તેની ત્રણ આવૃત્તિઓ થઈ છે તે આ વિધાનની સત્યતાની સાક્ષી પૂરે છે.
વિશ્વકોશ-શ્રેણીના વિષયો
વિમોચનો
ગ્રંથ ૧ થી ૨૫
વિશ્વકોશ લેખો |