Categories
સાંપ્રત કાર્યક્રમો

શ્રી ચંદ્રવદન મહેતા ઍવૉર્ડ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે શ્રી ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિ દ્વારા ગુજરાતના નાટ્યસર્જક શ્રી મધુ રાયને શ્રી ચંદ્રવદન મહેતા ઍવૉર્ડ અર્પણ થશે. નાટ્યસર્જન વિશે શ્રી મહેન્દ્રસિંહ પરમાર, અન્ય સાહિત્યસર્જન વિશે શ્રી કિરીટ દૂધાત વાત કરશે તથા શ્રી કિશોર દેસાઈ(ગુર્જરી ડાયજેસ્ટ)ની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

તા. ૬ માર્ચ ૨૦૨૪, બુધવાર

સમય : સાંજના ૫.૩૦ કલાકે

Categories
સાંપ્રત કાર્યક્રમો

લલિતકલાકેન્દ્ર વિભાગ

18 ઑક્ટોબર 2019, ગુરુવારના રોજ વિશ્વકોશ લલિતકલાકેન્દ્ર અંતર્ગત કાવ્યસંગીતશ્રેણીમાં શ્રી માધવ રામાનુજે પોતાની કવિતાઓનું કાવ્યપઠન કર્યું હતું અને શ્રી અમર ભટ્ટે તેમની કવિતાઓની ગાન અને સંગીત દ્વારા પ્રસ્તુતિ કરી હતી.

Categories
સાંપ્રત કાર્યક્રમો

અગસ્ત્ય ફાઉન્ડેશનના

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને અગસ્ત્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા. 7 સપ્ટેમ્બર 2019, શનિવારના રોજ શ્રી રુચિરા કેદારનું શાસ્ત્રીય કંઠ્ય સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. અમર ભટ્ટે રુચિરા કેદારનો પરિચય આપ્યો હતો.