ડૉલ્ફિન

સેટેશિયા શ્રેણીના ડૉલ્ફિનિડે કુળનું એક જળચર સસ્તન પ્રાણી. મોટા ભાગનાં ડૉલ્ફિનો દરિયામાં વસે છે. કેટલાંક ડૉલ્ફિનો નદીમાં પણ વાસ કરતાં હોય છે. ચાંચ આકારનું તુંડ (snout) અને શંકુ આકારના દાંત એ ડૉલ્ફિનનાં વિશિષ્ટ લક્ષણો છે. ડૉલ્ફિનનો આકાર ટૉર્પીડો જેવો હોય છે. અરિત્ર (flippers) નામે ઓળખાતાં તેનાં અગ્ર ઉપાંગો (forelimbs) ક્ષેપણી (paddle) જેવા આકારનાં હોય છે. […]

આઈ. જી. પટેલ

જ. 11 નવેમ્બર, 1924 અ. 17 જુલાઈ, 2005 આઈ. જી. પટેલના નામે જાણીતા રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર ઇન્દ્રપ્રસાદનો જન્મ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સુણાવ ગામમાં થયો હતો. પિતા ગોરધનભાઈ અને માતા કાશીબહેન. તેમણે મુંબઈ યુનિવર્સિટીની વડોદરા કૉલેજમાંથી બી.એ. (ઑનર્સ) અને પછી એમ.એ.ની પદવી મેળવી. કેમ્બ્રિજ યુનિવર્સિટીની કિંગ્સ કૉલેજમાંથી પીએચ.ડી. થયા. 1949માં વડોદરા કૉલેજમાં આચાર્ય […]

જીવનશિલ્પનું સર્જન

અંગ્રેજ સર્જક જૉસેફ એડિસન (જ. ઈ. 1672થી અ. ઈ. 1719) શાંતિથી પોતાનું લેખન કાર્ય કરતા હતા, ત્યારે એકાએક એમનો ભત્રીજો ધસી આવ્યો. એણે આવીને ધડાધડ કામ કરવા માંડ્યું અને બન્યું એવું કે ઉતાવળમાં કરેલું કામ તદ્દન બગડી ગયું. સાહિત્યકાર એડિસને એને એકાદ વખત શિખામણ પણ આપી કે જરા થોડી ધીરજ ધરીને કામ કર. આવી ઉતાવળ […]