ચીનના સૌથી પ્રાચીન તાઓ ધર્મના સ્થાપક ‘લાઓત્સે’ વિશેષણનો અર્થ ‘પ્રાચીન ગુરુ’ થાય છે. લાઓત્સેનું ખરું નામ ‘લી’ હતું અને તેઓ કૉન્ફ્યૂશિયસ પહેલાં લગભગ પચાસ વર્ષ પૂર્વે ચીનમાં થઈ ગયા. આ લાઓત્સે માત્ર શબ્દોના સાધક નહોતા, પરંતુ અનુભૂતિના આરાધક પણ હતા. એમને મન શુષ્ક જ્ઞાનની કશી કિંમત નહોતી. આવા પ્રખર ચિંતક અને ધર્મપુરુષ લાઓત્સેએ ગ્રીસના સૉક્રેટિસની […]
જ. ૭ સપ્ટેમ્બર, ૧૯૬૩ અ. ૫ સપ્ટેમ્બર, ૧૯૮૬ નીરજાનો જન્મ મુંબઈમાં થયો. તે હરીશ ભનોત અને રમા ભનોતનું ત્રીજું સંતાન. તે સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી સ્નાતક થઈ. ત્યારબાદ તરત જ મૉડલિંગના કામ માટે તેની પસંદગી થઈ ગઈ. ૧૯૮૫માં તે પાન-અમેરિકન ઍરલાઇન્સમાં પરિચારિકા તરીકે પસંદ થઈ, જેની તાલીમ લેવા માટે તે ફ્લોરિડા ગઈ. તે પછી તેણે પરિચારિકા […]
એકદળી વર્ગની તાડના કુળની વનસ્પતિ, જેનું ફળ મુખવાસમાં વપરાય છે. સોપારીનું મૂળ વતન મલેશિયા છે. જૂના સમયમાં તે વસઈ પાસે આવેલા સોપારા બંદરે ઊતરતી હતી, તેથી તેનું નામ ‘સોપારી’ પડ્યું છે. ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાં પણ તે ઊગે છે. સોપારીનું વૃક્ષ પાતળું અને ૧૨થી ૧૮ મી. જેટલું ઊંચું હોય છે. તેનાં કેટલાંક વૃક્ષો તો […]