જ. ૪ ઑક્ટોબર, ૧૯૨૬ અ. ૨૮ ઑગસ્ટ, ૨૦૧૫ ગુજરાતના જાણીતા શિલ્પકાર મહેન્દ્ર પંડ્યાનો જન્મ ભરૂચ જિલ્લાના રાજપીપળામાં થયો હતો. પિતાનું નામ ધીરજરામ તલાટી હતું. તેમનો ઉછેર કુદરતના સાન્નિધ્યમાં થયો હતો. શિલ્પ સાથે લગાવ હોવાથી મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં શિલ્પવિભાગમાં જોડાયા. ૧૯૫૫માં સ્નાતક અને ૧૯૫૮માં અનુસ્નાતક થયા. અહીં શંખો ચૌધરી અને પ્રદોષ દાસગુપ્તા […]
લાંબા, મૃદુ અને ચળકાટવાળા રેસાઓ ધરાવતી શાકીય કે અર્ધક્ષુપ એકવર્ષાયુ વનસ્પતિ. શણની મોટી છૂંછ અને બોર છૂંછ નામની વનસ્પતિઓની અન્નવાહક પેશીમાંથી આ રેસા પ્રાપ્ત થાય છે. મોટી છૂંછ ૨.૪ મી.થી ૩ મી. જેટલી ઊંચાઈ ધરાવે છે. તેના પર પીળાં પુષ્પો અને ગોળ શિંગો થાય છે. બોર છૂંછની શિંગો થોડી લાંબી હોય છે અને રેસા થોડી […]
જ. ૩ ઑક્ટોબર, ૧૮૧૮ અ. ૨૬ જાન્યુઆરી, ૧૮૯૬ તેઓ સ્કૉટલૅન્ડના પુસ્તક-વિક્રેતા અને પ્રકાશક હતા. તેમના મોટા ભાઈ ડેનિયલ સાથે મળીને તેઓએ ‘મૅકમિલન ઍન્ડ કંપની’ નામની મોટી પ્રકાશન-સંસ્થાનો વિકાસ કર્યો હતો. જેમાં પાઠ્યપુસ્તકો, વૈજ્ઞાનિક જર્નલ, વૈજ્ઞાનિક ગ્રંથો, સાહિત્યિક કૃતિઓ તથા ઉચ્ચ કોટિનાં સામયિકોનાં વિવિધસર પ્રકાશન કર્યાં હતાં. મૅકમિલન બંધુઓએ કેમ્બ્રિજમાં પુસ્તકો વેચવાની દુકાનથી શરૂઆત કરી, જેને […]