ફક્જ્લ્ફ્ક્લજ્ફ જ્ફદ્સ્લ ફ્જ્લ્ક્ફ્જસ્દ્લ ફલ્જ્ફદ્સ્લ્ક ફ્જદ્સ્લ્ક્ફ્સફદ્સ્ન્ફદ્સ
ફ્નદ્સ્લ્જ્ફસ્લ્ક્ફ્જ અસ્જ્ફ
મ્વ્લ્દ્સ્ફ્ક્જ્સેઓફ્ર્જ્દ્સ્લ સ્દ્ફ્દ્સ
ફક્જ્લ્ફ્ક્લજ્ફ જ્ફદ્સ્લ ફ્જ્લ્ક્ફ્જસ્દ્લ ફલ્જ્ફદ્સ્લ્ક ફ્જદ્સ્લ્ક્ફ્સફદ્સ્ન્ફદ્સ
ફ્નદ્સ્લ્જ્ફસ્લ્ક્ફ્જ અસ્જ્ફ
મ્વ્લ્દ્સ્ફ્ક્જ્સેઓફ્ર્જ્દ્સ્લ સ્દ્ફ્દ્સ
જ. ૨૯ માર્ચ, ૧૯૨૯ અ. ૧૯ ઑગસ્ટ, ૧૯૯૩

ભારતીય અભિનેતા, નિર્દેશક, લેખક અને નાટ્યકાર. તેમનો જન્મ બારીસાલ, બંગાળ(હાલ બાંગ્લાદેશ)માં થયો હતો. પ્રારંભિક શિક્ષણ સેંટ એડમંડ સ્કૂલ, શિલાંગમાં પ્રાપ્ત કરી ૧૯૪૫માં સેંટ ઝેવિયર્સ કૉલેજિયેટ સ્કૂલ, કૉલકાતાથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ ૧૯૪૯માં કલકત્તા વિશ્વવિદ્યાલયની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી.
શાળાના અભ્યાસ દરમિયાન ૧૯૪૩માં શેક્સપિયરના ‘હૅમ્લેટ’માં ઘોરખોદિયાની ભૂમિકા દ્વારા નાટ્યક્ષેત્રમાં પદાર્પણ કર્યું. ૧૯૪૭માં ‘ધ શેક્સપિયરીયન’ નામે નાટકમંડળી શરૂ કરી. ૧૯૪૯માં તેમણે ‘લિટલ થિયેટર ગ્રૂપ’ની સ્થાપના કરી. શેક્સપિયર, બર્નાર્ડ શૉ, ટાગોર, ઇબ્સન અને ગોર્કીનાં નાટકોનું નિર્માણ કર્યું. ૧૯૫૦માં ન્યૂ એમ્પાયર ખાતે ઇબ્સનનું ‘ઘોસ્ટ્સ’ નાટક બંગાળીમાં ભજવી બંગાળી રંગભૂમિમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ ટાગોરનું ‘અચલાયતન’, ગિરીશચંદ્ર ઘોષનું ‘સિરાજુદૌલા’, માઇકલ મધુસૂદનનાં ૧૯મી સદીનાં નાટકો બંગાળી ભાષામાં રજૂ કર્યાં. ૧૯૫૧માં ‘ઇપ્ટા’(ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન)માં જોડાયા, પણ સમયાંતરે મતભેદો સર્જાતાં ઇપ્ટા છોડી દીધું.
૧૯૫૯માં ‘રેપરટરી થિયેટર મૂવમેન્ટ’થી બંગાળી રંગભૂમિમાં નવો ચીલો પાડ્યો. ૧૯૬૮માં ‘રાઇફલ’ નાટક દ્વારા ‘જાત્રા’ના પારંપરિક સ્વરૂપમાં નાટકો લખવાં-ભજવવાં શરૂ કર્યાં, જેમાં ‘નીલરક્ત’, ‘બૈશાખી મેઘ’, ‘મુક્તિદીક્ષા’, ‘બીબીઘર’ વગેરે જાણીતાં છે. તેમણે કેટલીક બંગાળી ફિલ્મોમાં અભિનય કરેલો જેમાં સત્યજિત રેની ફિલ્મો પણ છે. જોકે હિંદી સિનેમાના મશહૂર હાસ્ય અભિનેતા તરીકે તેમણે દર્શકોનાં દિલ જીત્યાં છે, જેમાં ‘ગુડ્ડી’, ‘ગોલમાલ’, ‘નરમ-ગરમ’, ‘રંગબિરંગી’ અને ‘શૌકીન’ નોંધપાત્ર છે.
તેમના પ્રદાન માટે તેમને અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા; જેમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (૧૯૭૦), ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ હાસ્ય અભિનેતા પુરસ્કાર (૧૯૮૦), બંગાળ ફિલ્મ જર્નાલિસ્ટ ઍસોસિયેશન પુરસ્કાર(૧૯૯૩)નો સમાવેશ થાય છે. ભારતીય ટપાલ ખાતાએ ૨૦૧૩માં તેમના ફોટા સાથે પાંચ રૂપિયાની ટિકિટ બહાર પાડી હતી.
રાજશ્રી મહાદેવિયા
જ. ૨૮ માર્ચ, ૧૭૮૭ અ. ૨૬ માર્ચ, ૧૮૪૭

‘ગુજરાતી મુદ્રણના જનક’, જૂનામાં જૂના ગુજરાતી વર્તમાનપત્ર ‘મુંબઈ સમાચાર’ના સ્થાપક, તંત્રી, કવિ અને અનુવાદક ફરદૂનજી મર્ઝબાનનો જન્મ સૂરતમાં પારસી કુટુંબમાં થયો હતો. પિતાનું નામ મોબેદ મર્ઝબાનજી. ફરદૂનજીએ પિતા પાસેથી ગુજરાતી અને ફારસીના શિક્ષણ ઉપરાંત મોબેદી(પારસી ગોરપદા)ની તાલીમ મેળવી હતી. ફારસી ઉપરાંત પંડિત પાસે સંસ્કૃતનો અભ્યાસ પણ કર્યો હતો. ભરૂચના હકીમ ગોલાલ મોડિયુદ્દીન પાસેથી યુનાની વૈદકનું જ્ઞાન મેળવ્યું. ૧૭૯૯માં તેઓ મુંબઈ ગયા. ત્યાં પ્રખ્યાત દસ્તૂરમુલ્લાં ફીરોઝાદ્દીન પાસેથી જરથોસ્તી ધર્મશાસ્ત્રો ઉપરાંત અરબી-ફારસીમાં તાલીમ અને જાણકારી મેળવી. તેમના જ પુસ્તકાલયનાં પુસ્તકોની દેખભાળ લેવા ઉપરાંત પુસ્તકો બાંધવાનું અને મરામત કરવાનું કામ પણ શીખ્યા. ૧૮૦૮માં બુકબાઇન્ડિંગના કામમાં જોડાયા. દુકાન ખરીદીને ગામેગામ આડતિયા રોકી મુંબઈથી ગુજરાતમાં સૌપ્રથમ વ્યવસ્થિત આંગડિયા સેવા-ટપાલસેવા શરૂ કરી. ધીમે ધીમે દેશાવરમાં પણ કાગળો પહોંચતા કરવા લાગ્યા. એ અરસામાં તેઓ જીજીભાઈ બહેરામજી છાપગર નામના કંપોઝિટરના સંપર્કમાં આવ્યા. તે સમયે સમગ્ર મુંબઈ શહેર અને ઇલાકામાં એક પણ દેશી છાપખાનું ન હતું. ફરદૂનજીએ ૧૮૧૨માં મુંબઈમાં કોટવિસ્તારમાં સૌપ્રથમ છાપખાનાનો પ્રારંભ કર્યો. લાકડાનો દાબપ્રેસ મેળવીને જીજીભાઈ પાસે કળા શીખીને છાપવાનો સરંજામ ઊભો કર્યો. ગુજરાતી બીબાંનો સેટ તીખા લોટા પર કોતરાવ્યો. પોતે જ તાંબાની તકતીઓ ઠોકી તેને સીસામાં ઢાળી ટાઇપ પાડ્યા. આ ટાઇપ પાડવા, ઘસવા અને સાફ કરવામાં તેમણે કુટુંબના સૌને કામે લગાડ્યા. શરૂઆતમાં કેટલાંક પુસ્તકો પ્રગટ કર્યા પછી ૧૮૧૪માં તેમણે પોતાના છાપખાનામાં સંવત ૧૮૭૧નું પહેલવહેલું ગુજરાતી પંચાંગ પ્રસિદ્ધ કર્યું. ૧૮૨૨માં ગુજરાતી ભાષામાં ‘મુંમબઈના શમાચાર’ નામનું અઠવાડિક શરૂ કર્યું. તેનું માસિક લવાજમ બે રૂ. રાખેલું. ૧૮૩૨થી અઠવાડિયામાં બે વાર પ્રકાશિત કરવા માંડ્યું અને ૧૮૫૫થી તેને દૈનિકમાં ફેરવ્યું. જાહેરખબરો, જન્મ-મૃત્યુ તિથિવાર નોંધો અને લોકોપયોગી ચીજવસ્તુઓની વિગતો પ્રસિદ્ધ કરવાથી તેની લોકપ્રિયતા ખૂબ વધી હતી.
અમલા પરીખ