Categories
સાંપ્રત કાર્યક્રમો

કેળવણીકાર શ્રી નંદુભાઈ દામોદર શુક્લ વ્યાખ્યાનશ્રેણી 

AI પદ્ધતિઓમાં ભૂલ થયા પછી જવાબદારી નક્કી કરવી મુશ્કેલ બને છે. `જવાબદાર AI’ `શું આપણે આ બનાવી શકીએ ?’ની જગ્યાએ `આ બનાવવું જોઈએ ? કોના માટે ? ક્યા સંજોગોમાં ?’ અને કઈ સુરક્ષાઓ સાથે ?’ તે નૈતિક વિચારને AIની દરેક અવસ્થામાં દાખલ કરે છે. આ વ્યાખ્યાનમાં જવાબદાર AI અંગે સરળ સમજણ, તેના મૂળભૂત સિદ્ધાંતો અને તેની ઉપયોગિતા વિશે પ્રસ્તુતિ કરવામાં આવશે.

વિષય : જવાબદાર AI

વક્તા : શ્રી સંજય ચૌધરી

12 જૂન, 2026, શુક્રવાર, સાંજના 5-30

Categories
સાંપ્રત કાર્યક્રમો

શ્રી યશવંત દોશી સ્મૃતિ-વ્યાખ્યાનશ્રેણી

વિષય : મારા ગમતા ફિલ્મકાર પાયલ કાપડિયા : એમની વિશ્વદૃષ્ટિ અને બે ફિલ્મકૃતિઓ : મારી નજરે

કલાસમીક્ષક : શ્રી અમૃત ગંગર

Afternoon Clouds And What the Summer is Saying ?

આ બે ફિલ્મકૃતિઓ ગુજરાત વિશ્વકોશમાં પ્રથમ વાર રજૂ થશે. પૅરિસમાં વસતા પાયલ કાપડિયાએ આ ફિલ્મકૃતિઓની ખાસ હાઈરેઝ કૉપીઓ આપી છે.

8 જૂન, 2026, સોમવાર, સાંજના 5.30

Categories
સાંપ્રત કાર્યક્રમો

શિક્ષણવિદ શ્રી કંચનભાઈ પરીખ વ્યાખ્યાનશ્રેણી અંતર્ગત કાર્યક્રમ

ગુજરાતી સાહિત્યની અમર-પ્રશિષ્ટ કૃતિઓ `સરસ્વતીચંદ્ર’ અને `ભદ્રંભદ્રની સવા’  શતાબ્દીની ઉજવણી

શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી

1. એકાંકી – `તમે તલવાર મ્યાન કરી’

(કુમુદસુંદરી અને અના કેરેનિનાનો તેમના લેખક સામે ખટલો) લેખક : હસિત મહેતા, દિગ્દર્શક : નિસર્ગ ત્રિવેદી, કમલ જોશી

2. ગાયન – `સરસ્વતીચંદ્ર’નાં ગીતો :  સંગીત – સુરેશ જોશી, મુંબઈ

3. ગોષ્ઠિ – પ્રશિષ્ટ નવલકથાઓ `સરસ્વતીચંદ્ર’ અને `ભદ્રંભદ્ર’ 

સંવાદ : ઉર્વીશ કોઠારી, સંવાદકર્તા : બિરેન કોઠારી

6 જૂન 2026, શનિવાર, સાંજના 5-30

કાર્યક્રમ – પ્રસ્તુતિ

ગોવર્ધનરામ સ્મૃતિમંદિર, અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય, સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજે નડિયાદના નાટ્યકર્મીઓ