ઈશાન ભારતનું પર્વતીય રાજ્ય. ભૌગોલિક સ્થાન : 24° ઉ. અ. અને 95° પૂ. રે.. ઈશાન ખૂણે આસામ અને મિઝોરમને બાદ કરતાં સમગ્ર રાજ્ય બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. તેનો કુલ ભૌગોલિક વિસ્તાર 10,492 ચોકિમી. છે. રાજ્યની કુલ વસ્તી આશરે 42,22,000 (2025) તથા વસ્તીગીચતા દર ચોકિમી.એ 350 છે અને સાક્ષરતાનું પ્રમાણ 87.75% છે. રાજ્યના ઈશાન ખૂણે પ્રાચીન ખડકો […]
જ. 12 માર્ચ, 1838 અ. 14 જુલાઈ, 1907 બ્રિટિશ રસાયણવિદ વિલિયમ હેન્રી પર્કિનનો જન્મ લંડનમાં થયો હતો. 15 વર્ષની વયે તેઓ લંડનની ‘રૉયલ કૉલેજ ઑવ્ કેમિસ્ટ્રી’માં રસાયણવિજ્ઞાન ભણવા માટે દાખલ થયા. 17 વર્ષની વયે તેઓ પ્રો. હૉફમૅનના સહાયક તરીકે કાર્યરત બન્યા અને તેમણે ઘરે સંશોધનો કરવાનું શરૂ કર્યું. પ્રો. હૉફમૅનની પ્રેરણાથી તેમણે કિવનાઇનના સંશ્લેષણની શક્યતા […]
ગ્રીસ દેશના ઍથેન્સ નગરમાં કિલેંથિસ નામનો બાળક નિશાળમાં અભ્યાસ કરતો હતો. આ અત્યંત ગરીબ બાળકના શરીર પરનાં કપડાં સાવ ફાટેલાં હતાં. એને દિવસના બે ટંક ભોજન પણ મળતું નહોતું. આવું હોવા છતાં દર મહિને એ નિયમિત રૂપે નિશાળની ફી ભરતો હતો. અભ્યાસમાં એટલો તેજસ્વી હતો કે બીજા વિદ્યાર્થીઓ એની ઈર્ષા કરતા હતા. કેટલાક સુખી વિદ્યાર્થીઓને […]