જ. ૩ ઑક્ટોબર, ૧૮૧૮ અ. ૨૬ જાન્યુઆરી, ૧૮૯૬ તેઓ સ્કૉટલૅન્ડના પુસ્તક-વિક્રેતા અને પ્રકાશક હતા. તેમના મોટા ભાઈ ડેનિયલ સાથે મળીને તેઓએ ‘મૅકમિલન ઍન્ડ કંપની’ નામની મોટી પ્રકાશન-સંસ્થાનો વિકાસ કર્યો હતો. જેમાં પાઠ્યપુસ્તકો, વૈજ્ઞાનિક જર્નલ, વૈજ્ઞાનિક ગ્રંથો, સાહિત્યિક કૃતિઓ તથા ઉચ્ચ કોટિનાં સામયિકોનાં વિવિધસર પ્રકાશન કર્યાં હતાં. મૅકમિલન બંધુઓએ કેમ્બ્રિજમાં પુસ્તકો વેચવાની દુકાનથી શરૂઆત કરી, જેને […]
મધ્યપ્રદેશનો એક જિલ્લો તથા જિલ્લાનું મુખ્ય મથક. તે ૨૩ ૧૦´ ઉત્તર અક્ષાંશ તથા ૭૯ ૫૬´ પૂર્વ રેખાંશ પર આવેલું છે. ઉનાળામાં તાપમાન ૨૯ સે. જ્યારે શિયાળામાં ૧૮ સે.થી ૨૨ સે. જેટલું છે. આ શહેર નર્મદા નદીની ઉત્તરે આવેલું છે. શહેરના એક ડુંગર ઉપર ‘મદન મહેલ’ આવેલ છે. ચૌદમી સદીના ગોંડ રાજ્યનું તથા ૧૭૮૧માં મરાઠા રાજ્યનું તે મુખ્ય મથક હતું. ત્યાર […]