વન તરફ જતા પુત્ર શુકદેવને પિતા વ્યાસે કહ્યું, ‘અરે પુત્ર ! તારો જન્મ થતાં જ તું વનમાં ચાલી નીકળ્યો ? થોડા દિવસ તો ઘરમાં થોભી જા. હું તારા થોડા સંસ્કાર તો કરું !આ સાંભળી શુકદેવે કહ્યું, ‘મારા પર જન્મજન્માંતરના અસંખ્ય સંસ્કાર થઈ ગયા છે. એને કારણે તો મારે ભવાટવીમાં વારંવાર ભટકવું પડ્યું છે. હવે આવી કોઈ બાબત સાથે હું નિસ્બત રાખવા માગતો નથી.
સમગ્ર ભારતમાં ભક્તિભાવ, ઉત્સાહ અને ધામધૂમથી ઊજવાતો શ્રીકૃષ્ણનો જન્મદિન. યદુ વૃષ્ણિવંશીય વસુદેવના આઠમા પુત્ર અને વિષ્ણુના અવતાર. શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં કંસ રાજાના કારાગૃહમાં (અમાસાન્ત માસ ગણના અનુસાર) શ્રાવણ વદ ૮ (પૂર્ણિમાન્ત માસગણના અનુસાર ભાદ્રપદ વદ ૮)ની મધ્યરાત્રિએ બુધવારે થયો હતો. તે વખતે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હતો.
આધુનિક જમાનામાં વૈશ્વક સ્તરે વ્યાપક રીતે અમલમાં આવેલું વિનિમયનું માધ્યમ. તે બિલ, કાગદી ચલણ અથવા નોટ સ્વરૂપમાં હોય છે. તે એક પરક્રામ્ય વટાઉ ખતપત્ર હોય છે. તે વચનચિઠ્ઠી (પ્રૉમિસરી નોટ) તરીકે પણ ઓળખાય છે. ઓછા મૂલ્યવાળા નાણાકીય એકમો માટે હવે સિક્કાઓ ચલણમાં રાખવામાં આવે છે;