સાહિત્યકાર, સમાજસેવક અને આકાશવાણીનાં પૂર્વનિયામક વસુબહેનનો જન્મ વડોદરામાં ૨૩ માર્ચ ૧૯૨૪ના રોજ થયો હતો. માતા સરસ્વતીબહેન અને પિતા રામપ્રસાદ. પિતા વડોદરા રાજ્યના પોલિટિકલ સેક્રેટરી હતા. તેમણે બાળપણમાં જ માતાની છત્રછાયા ગુમાવી હતી. વસુબહેનનું શાલેય શિક્ષણ વડોદરામાં થયું. અમદાવાદમાં આવ્યા પછી એસ.એલ.યુ. કૉલેજમાંથી સ્નાતક અને બી.એડ. થયાં. તેઓ ૧૯૪૯માં ઑલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયાં. આકાશવાણીમાં જુદાં જુદાં […]
શારદા મુખરજીનો જન્મ તા. ૨૪ ફેબ્રુઆરી, ૧૯૧૯ના રોજ થયો અને તેમનું અવસાન તારીખ ૬ જુલાઈ, ૨૦૦૭ના રોજ થયું હતું. તેઓ એક સામાજિક કાર્યકર, લોકસભાના પૂર્વ સદસ્ય તથા આંધ્રપ્રદેશ અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ રહી ચૂક્યા છે. તેમના પિતા પ્રતાપ સીતારામ પંડિત અને માતા સરસ્વતી. તેમણે શરૂઆતનું શિક્ષણ રાજકોટમાં લીધું અને ત્યારબાદ ઉચ્ચશિક્ષણ મુંબઈમાં લીધું હતું. મુંબઈ […]