હોય છે —— પ્રેમનું એક રૂપ છે સુખની શોધ અને એનું બીજું રૂપ છે સુખનું સમર્પણ. વ્યક્તિ પ્રેમ પામવા નીકળે ત્યારે જો એના દ્વારા સુખ પામવા નીકળશે તો એની પાછળ એની ‘ઇચ્છા’ નિહિત હોય છે. એ સુખ પ્રાપ્ત થાય તો એના પ્રેમને આનંદ થાય છે અને સુખ ન મળે તો મનને ઉદાસી થાય છે. પ્રાપ્તિની […]
જ. ૧૯ નવેમ્બર, ૧૮૩૮ અ. ૮ જાન્યુઆરી, ૧૮૮૪ બંગાળના સમાજસુધારક અને ‘બ્રહ્મોસમાજ’ના વરિષ્ઠ કાર્યકર કેશવચંદ્ર સેનનો જન્મ કૉલકાતામાં બંગાળી વૈદ્ય પરિવારમાં થયો હતો. તેમણે દસ વર્ષની ઉંમરે પિતા પેરીમોહન સેનની છત્રછાયા ગુમાવી. એ પછી એમના કાકાએ એમનો ઉછેર કર્યો. શાળેય શિક્ષણ પૂર્ણ કરી તેઓ હિંદુ કૉલેજમાં દાખલ થયા. તેઓ ૧૮૫૪માં એશિયાટિક સોસાયટીના સેક્રેટરી બન્યા પછી […]
ગ્રુઇફૉર્મિસ શ્રેણીના રૅલિડે કુળનું એક જળચારી પક્ષી. જળકૂકડીનું વૈજ્ઞાનિક નામ Fulica atra Linn. છે. તેની શરીરરચના મરઘીના જેવી હોય છે તેમજ જળાશયોની આસપાસ નિવાસ કરવાને કારણે તે જળકૂકડી તરીકે ઓળખાય છે. બીજાં જળચારી પક્ષીની જેમ તેને પણ પુચ્છ હોતું નથી. તરતી વખતે અમુક અંતરે તેનો દેખાવ બતક જેવો હોય છે. મસ્તક સફેદ હોય છે. બતક […]