એ સમયે અમેરિકામાં આવકવેરો નહોતો અને એ જમાનામાં અમેરિકન કંપનીઓમાં વાર્ષિક દસ લાખ ડૉલરની કમાણી કરતી વ્યક્તિઓ બહુ ઓછી હતી. આવે સમયે એન્ડ્રુ કાર્નેગીએ પોતાની નવી કંપનીમાં ત્રીસ વર્ષના યુવાનની નિમણૂક કરી. યુનાઇટેડ સ્ટીલ કંપની નામની એમની આ કંપનીનો પ્રારંભ ઈ. સ. 1921માં કર્યો અને એણે ચાર્લ્સ શ્વાબને વર્ષે દસ હજાર ડૉલરના પગારે રાખી લીધા. […]
સમાચાર આપતું સામયિક. ‘અખબાર’ શબ્દ ‘ખબર’નું બહુવચન છે. તે પરથી તેનો અર્થ ખબર કે સમાચાર આપનારું પત્ર થાય. કાગળ પર છપાઈને આવતું હોઈ તેને ‘છાપું’ પણ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં ખબર કે સમાચારને ‘વર્તમાન’ કહેવામાં આવે છે, તેથી છાપેલા સમાચારને ‘વર્તમાનપત્ર’ કહેવામાં આવે છે. અખબાર સમાચાર મેળવવા અને લખવા માટે પત્રકારોને રાખે છે. એમાં મોટા […]