સાધક બોધિધર્મ પાસે એક યુવાને આવીને પૂછ્યું, ‘ગ્રંથો ઘણા વાંચ્યા, સંતોનાં ચરણ સેવ્યાં. ઘણું ઘણું કર્યું, કિંતુ એક પ્રશ્ન આજ લગી અનુત્તર રહ્યો છે.’ બોધિધર્મે કહ્યું, ‘કયો પ્રશ્ન તમને આટલા બધા કાળથી પરેશાન કરે છે ?’ યુવાને કહ્યું, ‘‘મારી એક જિજ્ઞાસા આજ લગી વણછીપી રહી છે અને તે એ કે ‘હું કોણ છું ?’ એ […]
જ. ૧૩ નવેમ્બર, ૧૯૧૩ અ. ૨૩ ઑક્ટોબર, ૧૯૭૦ કવિ, વાર્તાકાર ભનુભાઈનું બીજું નામ લક્ષ્મીનારાયણ હતું અને ‘મોહન શુક્લ’ તેમનું બીજું ઉપનામ હતું. રાજકોટમાં જન્મેલા આ કવિનું વતન જામનગર હતું. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાજકોટમાં લીધેલું. મૅટ્રિક સુધીનો અભ્યાસ કરેલો. ૧૯૩૩થી ૧૯૪૪ સુધી મુંબઈમાં ઝંડુ ફાર્માસ્યૂટિકલ વર્ક્સમાં કામ કરેલું. પછી થોડો સમય ‘વંદેમાતરમ્’ અને […]
કૂતરાને મળતું આવતું વન્ય સસ્તન પ્રાણી. ભારતમાં લગભગ બધી જગાએ શિયાળ જોવા મળે છે. ગામના પાદરે, શહેર-વિસ્તારમાં, નિર્જન ઝાડી કે ગીચ જંગલમાં શિયાળ વસે છે. હિમાલયમાં અને ભરતી-ઓટવાળા પ્રદેશમાં પણ શિયાળ જોવા મળે છે. લોંકડી એ શિયાળને મળતું પ્રાણી છે. ગામના પાદરે રાત્રે તેની કિકિયારી (લાળી) ઘણી વાર સંભળાય છે. લોંકડી કે શિયાળ કૂતરાની માફક […]