અશ્વેત શિક્ષક અને ઉપદેશક લૉરેન્સ જોન્સ ચર્ચમાં વક્તવ્ય આપતા હતા. પ્રથમ વિશ્વયુદ્ધના એ દિવસો હતા અને ચોતરફ એવી અફવા ફેલાઈ હતી કે જર્મનો અમેરિકાના અશ્વેત લોકોને શાસન સામે ઉશ્કેરી રહ્યા છે. આવે સમયે અશ્વેત એવા લૉરેન્સ જોન્સે જીવનલક્ષી વક્તવ્ય આપતાં કહ્યું કે, ‘આ જીવન એ તો સંઘર્ષ છે. દરેક અશ્વેત માનવીએ એ સંઘર્ષ પોતાનાં શસ્ત્રોથી […]
અમદાવાદ પછી ગુજરાતનું સૌથી મોટું શહેર. તે ૨૧° ૧૨´ ઉ. અ. અને ૭૨° ૫૦´ પૂ. રે. પર વસેલું છે. ‘સૂરત’ નામ સૂર્ય પરથી, ‘રાંદેર’નું નામ સૂર્યપત્ની રાંદલ પરથી, ‘તાપી’ નદીનું નામ સૂર્યપુત્રી તપતી પરથી અને ‘અશ્વિનીકુમાર’ વિસ્તારનું નામ સૂર્યપુત્ર અશ્વિનીકુમાર પરથી પડ્યું છે; એટલે કોઈ સૂર્યપૂજક જાતિ અહીં રહેતી હશે એવું માની શકાય. સૂરત ક્યારે […]